________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨
૧૯. શ્રેષ્યદોષ વાંદરાની પેઠે મોઢું હલાવી જયાં ત્યાં દેખ્યા કરે.
પૌષધ ઉપર ધનશ્રેષ્ઠીની ક્યા ) ધર્મની જેને વિષે પુષ્ટિ થાય છે. પૌષધ કહેવાય છે. તેથી ઉત્તમ જીવોએ આઠમ ચૌદશ પાંચમ વિગેરે પર્વતિથિને વિષે ઘરના તમામ વ્યાપારનો ત્યાગ કરી પૌષધ ધારણ કરવાથી મહાન ફળ તેમજ ઘણા કર્મની નિર્જરા થાય છે. અને ઈહલોક પરલોક સુખ સંપત્તિને સંપૂર્ણતાથી મેળવે છે જુઓ :
ધનપુર નગરને વિષે ધનેશ્વર શ્રેષ્ઠી હતા તેને ધનશ્રી નામની સ્ત્રી હતી. અને ધનસાર નામનો પુત્ર હતો. શ્રેષ્ઠી પરમહંત હતો. કુટુંબસહિત પાંચમ, આઠમ ચૌદશ, પૂર્ણિમા અને અમાવાસ્યાદિક છપર્વોને વિષે નિરંતર પૌષધાદિક કરતો. પંચમાંગમાં ઉક્ત તુંગીયાનગરીના શ્રાવકોની પેઠે વીતરાગ મહારાજના શાસનમાં રક્ત હતો. અન્યદા અષ્ટમીનો પૌષધ કરી રાત્રિએ શૂન્યગૃહે કાઉસ્સગ્ન ધ્યાનમાં રહેલો છે તેથી ઇંદ્રમહારાજાએ ધર્મની દૃઢતા વિષે સભા સમક્ષ તેની પ્રશંસા કરવાથી કોઈક મિથ્યાત્વી દેવને શ્રદ્ધા થઈ નહિ, તેથી પરીક્ષા કરવા નિમિત્તે પ્રથમ મિત્ર રૂપે કોટી સુવર્ણ નિધિ ગ્રહણ કરવા માટે પ્રશ્ન કર્યો, પછી સ્ત્રી રૂપે આલિંગન કરી અત્યંત કદર્થના કરી, પછી પ્રભાતની વિદુર્વણા કરી પુત્રાદિકના રૂપે પૌષધ પારવાને અત્યંત આગ્રહ કર્યો, અને સૂર્યનો ઉદય કર્યો. પરંતુ સ્વાધ્યાય ધ્યાનને વિષે મગ્ન થઈ રાત્રિ જાગે છે. પછી પિશાચનું રૂપ કરી ઘાત, પાત, ઉચાલનાદિ, શિલાને વિષે આસ્કુલનાદિ, સમુદ્રને વિષે ક્ષે પાદિક, વિગેરે પ્રાણાંત ઉપસર્ગે પણચલાયમાન થયો નહિ. તેથી દેવતા તુષ્ટમાન થઈ કહે છે કે વર માગ ! તો પણ ધ્યાનારૂઢ થઈ મૌન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org