________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ મોહનીય કર્મને બાંધે છે તેમ જ અશાતા વેદનીય કર્મને બાંધે છે તેવી જ રીતે મુનિઘાતાદિકને વિષે પણ જાણવું.
(સાધારણ તથા જ્ઞાન દ્રવ્ય ઉપર ક્યા ) ભોગપુર નગરને વિષે ચોવીસ કોટી દ્રવ્યનો સ્વામી ધનાવહ નામનો શ્રેષ્ઠી હતો. ધનવતી નામની તેને સ્ત્રી હતી, અને તેણીને એક સાથે જન્મેલા કર્મસાર તથા પુન્યસાર નામના બે પુત્રો હતા. તે બંને પુત્રો બાબત પિતાએ નિમિત્તયાને પૂછયું કે આ બંને ભવિષ્યમાં કેવા થશે? નિમિત્તીયાએ ઉત્તર આપ્યોકે, કર્મસાર નિબુદ્ધિ, અજ્ઞાની વિપરીત બુદ્ધિવાળો, સમગ્ર ધન નાશ કરનારો, પૈસો ઉપાર્જન કરવામાં શક્તિહીન તથા બહુ કાળ દરિદ્રી રહેશે પરંતુ પુન્યસાર પણ પૂર્વે ઉપાર્જન કરેલા દ્રવ્યની હાનિ કરવાવાળો, અને દુઃખી થશે, પણ વ્યાપાર કર્મ કરવામાં કુશળ થશે. પુજયારે વિદ્યા ઉપાર્જન કરી, અને કર્મસારે બહુ ઉપાય પણ કિંચિત્ પણ જ્ઞાન મેળવ્યું નહિ, ફકત સામાન્ય રીતે વાંચવા લખવાની શક્તિ પણ મેળવી નહિ, કિં બહુના, સર્વથા પશુ જેવો રહ્યો, પાઠકેતેને ભણાવવાનું છોડી દીધું. ત્યારબાદ બંને યુવાન અવસ્થાને પામ્યા,માતા પિતાએ બંનેને કન્યાનું પાણિગ્રહણ કરાવ્યું, ત્યારબાદ બંને ભાઈઓ અરસપરસ લડવા લાગ્યા, માતાપિતાએ બાર કોટી ધન આપી જુદા કર્યા અને માતા પિતાદીક્ષા લઈ સ્વર્ગે ગયા પછી સ્વજન વર્ગે વાર્યા છતાં પણ કર્મસારે એવો વ્યાપાર કર્યો કે સ્વલ્પકાળમાં જ બાર કોટી સુવર્ણ નાશ પામ્યું. અને પુન્યસારને ત્યાં ખાતર પડવાથી બાર કોટી સુવર્ણ નાશ પામ્યું, તેથી બંનેને દરિદ્રપણું પ્રાપ્ત થવાથી સ્વજન વર્ગે બંનેનો ત્યાગ કર્યો, સુધાથી પીડા પામનારીતે બંનેની સ્ત્રીઓ પણ પિયરમાં ચાલી ગઈ લોકોના તિરસ્કારથી લજ્જાવાળા એવા તે બંને જણા દેશાંતરમાં ગયા
૨૩.
ભાગ-૨ ફમાં-૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org