________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ એક વેશ્યા કહેલ છે,અને દશ વેશ્યાની સમાન એકરાજાને પાપી જણાવેલ છે, માટે હું તો રાજ્યપિંડ લેવાનો નથી ત્યારે રાજાએ પગે લાગીને કહ્યું કે વ્યવહાર શુદ્ધિથી ખરી મહેનતે મેળવેલા મારી પાસે આઠ દામ છે.તેહું તમોને આપુ.તે લેવાથી તમને તેમજ મને ઘણોજ લાભ થશે. તેવું કહેવાથી રાજાના વચનની પ્રીતિથી તેણે તેદામ લીધા.તે વાત સાંભળીને બીજા બ્રાહ્મણો ખીજાયા એટલે રાજાએ તેમને બોલાવીને પુષ્કળ સોનૈયાનું દાન આપ્યું. આનું પરિણામ એ આવ્યું કે બીજા તમામ બ્રાહ્મણોનું દ્રવ્ય થોડા દિવસમાં ખૂટી ગયું અને આઠ દામ લઈ જનારે એક કોથળીમાં નાખ્યા. પછી તેમાંથી કાઢીને તે વાપરવા લાગ્યો. વાપરે, ખર્ચ, દાન આપે પણ તેમાંથી ખૂટે જ નહિ, અને નિધાનની પેઠે તે દ્રવ્ય અખૂટ થયું. અનુક્રમે તે દ્રવ્યના ભોજનથી જ્ઞાન અને વ્રતમાં પણ વૃદ્ધિ થઈ, અનેરાજાના ભંડારનું દ્રવ્ય તોદિનપ્રતિદિન વધવા લાગ્યું.આ હકીકત સાંભળીને રાજા બહુજ ખુશી થયો અને આનંદ પામ્યો. ન્યાય દ્રવ્યનો આવો અપૂર્વ મહિમા જાણીને ઉત્તમ પુરૂષોએ ન્યાય દ્રવ્ય મેળવવા પ્રયત્ન કરવો. - વ્યવહાર શુદ્ધિ ઉપર દેવા અને જસાનું દૃષ્ટાંત)
વ્યવહાર શુદ્ધિ વડેકરી ઉપાર્જન કરેલું દ્રવ્ય થોડુ હોય તો પણ ઘણુ જ થઈ પડે છે. તે ઉપર દ્રષ્ટાંત કોઈએક ગામને વિષે દેવો અને જસો નામના બે મિત્રો વસતા હતા. તે બન્ને નિર્ધન હોવાથી દ્રવ્ય ઉપાર્જન કરવા માટે પરદેશ ચાલ્યા. માર્ગે ચાલતા રસ્તામાં એક સોનાનું કુંડલ પડેલું હતું તેને દેવાએ દેખ્યું, પરંતુ તે વ્રતધારી હોવાથી તેણે લીધું નહિ. અને આડું જોઇને ત્યાંથી આગળ ચાલ્યો. તેની પાછળ ચાલનારા જસાએ તે કુંડલને દેખ્યું, તેથી અળવું જોઈને તેણે કુંડલ ઉપાડી લીધું, અને તે દેવા ઉપર ખુશી થયોકે તેણેદેખ્યા છતાં પણ લીધું
૩૫.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org