________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ જ મેળવ્યું, અને તે બન્નેને રક્ષણ કરવા માટે આપ્યું તેનું બન્ને જણા સારી રીતે રક્ષણ કરે છે. અન્યદા જિનદત્તે પોતાના પુસ્તક માટે જોઇએ, તે લેખકપાસે લખાવ્યું, અને બીજા દ્રવ્યના અભાવથી આ પણ જ્ઞાન દ્રવ્યજ છે, જ્ઞાન સ્થાન છે. એમ ચિંતવી બાર દ્રમ લેખકને તેમાંથી આપ્યા તથા જિનદાસે સાધારણ દ્રવ્યના બાર દ્રમ સપ્તક્ષેત્રની યોગ્યતાથી આ શ્રાવકોને પણ યોગ્ય છે, અને હું પણ શ્રાવકજ છું એવું વિચારી બીજા દ્રવ્યના અભાવથી પોતાના ગાઢ કારણે બાર દ્રમ્પ વાપર્યા, આ દુષ્કર્મથી બન્ને જણા મરીને પહેલી નરકે ગયા. વેદાંતને વિષે કહેલું છે કે –
प्रभास्वे मा मतिः कुर्यात्,प्राणेकंठगतैरपि ॥ अग्निदग्धाः प्ररोहन्ति प्रमादग्धा नरोहनत ॥१॥
ભાવાર્થ : કંઠે પ્રાણ આવેલા હોય તો પણ પ્રભાદ્રવ્યને ભક્ષણ કરવાની બુદ્ધિરાખવી નહિ કારણ કે અગ્નિથી બલેલા નવપલ્લવિત થાય છે. પણ પ્રભાસ્વથી બળેલા કદાપિ કાળે નરવલ્લવિતપણાને પામતા નથી પ્રભાસ્વ એટલે સાધારણ દ્રવ્ય તેનું ભ ણ કરવું નહિ.
ત્યાંથી નીકળી બે ઇંદ્રિય સરિસૃપાદિક બને થયા ત્યાંથી મરીને બીજી નરકે ગયા ત્યાથી નીકળીને ગંધપક્ષીયો થયા ત્યાંથી મરીને ત્રીજી નરકે ગયા એવી રીતે એક એક ભવતિર્યંચનો અને નરકગતિનો કરી અનુક્રમે સાતમી નરકે ગયા ત્યારબાદ એ કેંદ્રિય બે ઇંદ્રીયતે ઇંદ્રિયચૌરિંદ્રિય પંચેન્દ્રિય વિગેરેમાં દસહજાર ભવોને વિષે જઈને બહુ જ દુઃખ પામ્યા.
અનુક્રમે તમે થયા છો આ ભવમાં પણ બાર કોટી દ્રવ્ય ગુમાવ્યું બાર બાર વાર બહુ મહેનતે ઉપાર્જન કરેલુ ધન પણ તમોયે ગુમાવ્યું અને કર્મસાર ને જ્ઞાનદ્રવ્યના ભક્ષણથી અજ્ઞાનપણુ તેમજ દાસ્યાદિકના
૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org