________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ બૃહસ્પતિ હોવાથી થોડા જ દિવસમાં સમગ્ર શાસ્ત્રનો પારગામી થઈ સમ્યક પ્રકારે શ્રાવક ધર્મની સમગ્ર વિધિને શિખવા વાળો થઈ જૈન શાસનમાં અત્યંત કુશલ થયો.જ્ઞાન આરાધન અને વિરાધકપણાના વિપાકનો પરિવાક કોઈ જુદો અવાચ્ય હોય છે, તેથી તે બને અનુક્રમે રાહુ ને ચંદ્રમા. ખદ્યોત ને સૂર્ય રાત્રિ ને દિવસ, અમાવાસ્યા ને પૂર્ણિમા અંગારો ને સુવર્ણ ધંતુરોને ચંપો, કેરડો ને કલ્પવૃક્ષ, મશી ને દુધ, કાગડો ને કોયલ, બગલો ને હંસ, કલિયુગ ને સત્યયુગ, દુર્જન ને સજ્જન, ગધેડો ને હાથી આવા પ્રકારની ઉપમા મેળવવા વાળા લોકોને વિષે થયા.અહો બન્ને ભાઈઓમાં વિષ અને અમૃત જેટલું મોટું અંતરદુર્દેવે પંડિત ભેદથી કરેલું છે. એવા શબ્દોને સાંભળતો મહાદુઃખ વડે દેવદત્ત કાળને નિર્ગમન કરે છે. અન્યદા તેના પિતાએ જ્ઞાનીને બન્નેનો પૂર્વભવ પૂછવાથી યથાસ્થિત જ્ઞાનીએ કહેવાથી સ્વદુષ્કર્મ ક્ષયનો ઉપાય પૂછવાથી જ્ઞાનિયે કહ્યું કે ઉપધાન ને વહન કરનારાઓની નમસ્કારાદિ સૂત્ર ભણનારાઓની સરલતાથી વિનય આવર્જન ભોજન ધનાદિકાદિ સર્વપ્રકારે ભક્તિ કરવાથી અને સંલગ્ન ઉપવાસ આયંબીલ આદિ દુસ્તપ તપવાથી પોતાના શરીરનું શોષણ કરવાથી મહાસાધુની પેઠે ધર્મ અનુષ્ઠાનકરીશ તો જ તારૂં દુષ્કર્મ ક્ષય થશે. પરમ ઋષિએ કહેલ છે કે પૂર્વે કરેલા મહા પાપ કર્મો કરેલા હોય, ચિંતવેલા હોય તેને ભોગવ્યા વિના છૂટકો નથી માટે તેને ક્ષય કરવાને માટે તપ કરવા ઉજમાળ થવું. O શુદ્ધ દ્રવ્ય ઉપાર્જન વા ઉપર ધનદત્તનું દૃષ્ટાંત
આ ભરતક્ષેત્રમાં અયોધ્યા નગરી કે જે આદિનાથજીની જન્મભૂમિ હોઈ પરમ પવિત્ર ઇક્વાકુભૂમિ છે તે અયોધ્યા નગરીને વિષે ઉગ્રસેન નામનો રાજા હતો.તેમની ગુણગણ ધારણ કરનારી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org