________________
વિવિધ વિષય વિચારમાળા ભાગ-૨ પાપ મેલને ધોતો હોયની શું ? એવી રીતે નિરંતર સ્નાત્ર મહોત્સવ કરવા લાગ્યો, જાણે નરરત્ન પ્રવૃત્યાદિકને દેખાડતો હોયની શું? તેમ પ્રતિવર્ષ તીર્થયાત્રા અને રથયાત્રાને પ્રવર્તાવવા લાગ્યો.
ઋણ માફ કરીને તથા દ્રવ્યાદિકના દાનને આધાર પૂર્વક કરીને તેમણે પોતાના લાખો સાધર્મી ભાઈઓને કોટયાધિપતિ બનાવી દીધા અને નિરંતર બે વાર પ્રતિક્રમણ ત્રણ વાર ત્રિસંધ્યા પરમાત્માનું પૂજન પર્વતિથિને વિષે પૌષધ તેમજ ઉપવાસ કરવા માંડયો, ત્રણ હજાર રાજાઓને અત્યંત સંપ્રીતિના કારણભૂત તેમજ સંસાર સાગરથી તારનાર પારણું કરાવવા માંડ્યો, પ્રતિદિવસ લક્ષ પ્રમાણવાળા શ્રાવકોને રાજા આનંદથી ભોજન કરાવવા માંડયો તે બુદ્ધિમાન રાજા નિરંતર શ્રી સંઘને શીરોદક સમાન વસ્ત્રો વડે અને સુવર્ણ મણિમય આભૂષણ વડે પહેરામણી કરવા લાગ્યો. ત્રીશ હજાર ઘોડા રથો હજારો હાથીયો તેમજ કોટી પાળા તથા મસ્તકે અભિષેક કરેલા હજાર તેજસ્વી રાજા જેની સેવા કરે છે. એવોરાજા તે તમામનું પ્રભુપણું પાળતો અને ઇંદ્રની સાથે પણ સ્પર્ધા કરતો એક લાખ વર્ષ વ્યતીત કરવા ભાગ્યશાળી થયો. અન્યદા પ્રસ્તાવ પાર્શ્વદેવ નામના જ્ઞાનીને વંદન કરવાને માટે રાજા ગયો. અને તેમના વચનામૃતનું પાન કરવા લાગ્યો. જ્ઞાની મહારાજા કહેવા લાગ્યા કે હે ભવ્યો ! મનુષ્યપણું પામીને નિરમલ રત્નત્રયી ઉપાર્જન કરવાને માટે આળસને ધારણ કરો નહિ. ત્યારબાદ દેશના શાન્ત થયા પછી જ્ઞાનનિધિ ગુરૂ મહારાજને રાજાએ પૂછયું કે હે ભગવન્! પૂર્વભવને વિષે મેં એવું શું પુણ્યકર્મ કર્યું, કે દેવભૂમિના સહોદર સમાન સર્વ કામિતને આપનાર દુર્લભ એવા મણિયાના કચોલાને કયા કારણોથી અને કેવા પુન્યોદયથી હું પામેલો છું ?
૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org