________________
તેર
एवं प्रकृतिवादोऽपि विज्ञेयः सत्य एव हि कपिलोक त्वतश्चैव दिव्यो हि स महामुनिः
આ પ્રકૃતિવાદ પણ સત્ય જ સમજવો; કારણ કે મહર્ષિ કપિલે જેઓ દિવ્ય મહામુનિ હતા તેમણે કહેલો છે.
બૌદ્ધોને શૂન્યવાદ પણ નકામો નથી, એ પણ તત્ત્વજ્ઞ મહાપુરુષે જ પ્રબોધેલો છે.
एवं च शून्यवादोऽपि तद्विनयानुगुण्यतः अभिप्रायत इत्युक्तो लक्ष्यते तत्ववेदिना
એ પ્રમાણે શૂન્યવાદ પણ મુમુક્ષુઓના હિતને માટે જ તત્ત્વજ્ઞ મહાપુરુષોએ પ્રબોધેલો જણાય છે. ગૌતમ બુદ્ધને પણ સૂરિજી બહુમાન અને વિનયપૂર્વક મહામુનિ તરીકે ઓળખાવે છે.
આ નમ્રતા અને સરળતા જોતાં પાંડિત્ય અને ઉપશમ સૂરિજીની રગેરગમાં પરિણમી ગયાં હોય એવી પ્રતીતિ મળે છે.
બૌદ્ધો સામે વેર લેવાની વૃત્તિનું એમણે ૧૪૪૪ ગ્રંથો રચીને પ્રાયશ્ચિત્ત કરવાનું નક્કી કર્યું હતું. એમાંના બધા તો નહિ પણ લગભગ ૪૫ જેટલા ગ્રંથો મળે છે. કોઈ કોઈ માને છે કે ૧૪૪૪ પુસ્તકો નહિ, પણ પ્રકરણો જ ગણવાનાં છે.
સૂરિજીએ દશવૈકાલિક, ન્યાયપ્રવેશક આદિ ગ્રંથોની જે વૃત્તિઓ રચી છે, તેમાં તેમણે પોતાનો પરિચય યાકિની પુત્ર તરીકે કરાવ્યો છે. અનેકાંતજયપતાકા અને સમરાદિત્ય કથા એ ગ્રંથોને ‘‘ભવવિહાંકિત’ કર્યા છે, એ ઉ૫૨થી યાકિની મહત્તરાનો ઉપકાર અને ગુણી શિષ્યોનો વિરહ, હરિભદ્રજીના જીવન સાથે વણાઈ ગયાં હોય એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org