________________
અગિયાર
હરિભદ્રને સાધ્વીજી પોતાના ગુરુ પાસે લઈ ગયાં. પ્રથમ પરિચયે જ હરિભદ્રનો પાંડિત્યનો ઉન્માદ ઓસરી ગયો. એક વૃદ્ધ સાધ્વીના મુખનો સામાન્ય શ્લોક પણ પોતે ન સમજી શક્યા, તે બદલ એમને ઊંડો અનુતાપ થયો. વિદ્યાની નજીવી મૂડી ઉપર પોતે કેટલું ભારે અભિમાન ધરાવી રહ્યા હતા તે સમજાયું.
“આજ સુધી હું મૂર્છિત હતો - મારો મદ આજે ઊતરી ગયો છે.’’ એમ કહી હરિભદ્રે જિનભટ્ટસૂરિ પાસે જૈન દીક્ષા ગ્રહણ કરી. પાંડિત્ય અને પ્રતિભા તો જન્મથી જ એમને વર્યાં હતાં. શ્રમણ-નાયકોની પરંપરામાં શ્રી હરિભદ્રસૂરિનું નામ ઝળહળી ઊઠ્યું. બ્રાહ્મણત્વ અને શ્રમણત્વનો સુંદર સમન્વય હરિભદ્રસૂરિએ કરી બતાવ્યો.
તેજસ્વિતા અને તપસ્વિતા સાથે કરુણતાનું સંમિશ્રણ પણ હરિભદ્રસૂરિના જીવનમાં થયેલું દેખાય છે. એમના બે શિષ્યો જે સૂરિજીના સંસારીપણાના ભાણેજ થતા હતા અને સૂરિજીનો જેમની ઉપર અગાધ પ્રેમ હતો, તેઓ બૌદ્ધોની એક વિદ્યાપીઠમાં ભણવા ગયેલા. પણ પાછળથી તેઓ જૈન છે, એમ જણાતાં એમની હત્યા કરવામાં આવેલી. એ ઘટનાએ હરિભદ્રસૂરિના વિરક્ત અંતરમાં ઊંડો દાહ પ્રગટાવેલો. એક વખતના શક્તિશાળી રાજપુરોહિત પોતાનું શ્રમણપણું ભૂલી ગયા. વેર લેવાની વૃત્તિથી સુરપાળ રાજાની સભામાં બૌદ્ધ પંડિતો સાથે શાસ્ત્રાર્થ કરી, એક પછી એક બૌદ્ધ આચાર્યોને પરાજિત કરી, અગાઉથી નક્કી કરી રાખેલી શરત પ્રમાણે, ઊકળતી તેલની કડાઈમાં એમણે ઝીંકવા માંડ્યા. છ જણ તો નામશેષ થઈ ગયા. ઠેકઠેકાણે સનસનાટી વ્યાપી ગઈ ! આ વેર ! આ હિંસા ! આ પ્રતિશોધ ?
સૂરિજીને તો ૧૪૪૪ જેટલા બૌદ્ધોને આ પૃથ્વીની પીઠ ઉપરથી ભૂંસી નાખવા હતા. હંસ અને પરમહંસ જેવા પોતાના વહાલા શિષ્યોના વધના બદલામાં એમણે ૧૪૪૪ બૌદ્ધ પંડિતોને ઊકળતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org