________________
ખંડ પહેલો
૧૦ મહેલમાં એ વખતે દોડધામ મચી રહી હતી. વૈદ્યો અને મંત્રતંત્રવાદીઓ એક પછી એક આવતા અને પાછા વળતા દેખાતા હતા.
તપસ્વીએ દ્વારપાળ પાસે પહોંચી, ગુણસેનને પોતાના આગમનના સમાચાર આપવા કહ્યું. દ્વારપાળ આ અગ્નિશર્માને નહોતો ઓળખતો. રાજકારે હજારો યાચકો અને પ્રાર્થીઓ આવે જાય તે પૈકીનો જ આ ભિક્ષુક હશે એમ એને લાગ્યું, છતાં એણે વિવેકપૂર્વક કહ્યું : | “મહારાજ, જરા ઊભા રહો. કુંવર અંદરના ખંડમાં છે. કોઈ દાસી આવે તો તેની સાથે સમાચાર મોકલાવું.”
તપસ્વી રસ્તાની એક કોર પાષાણની પ્રતિમાની જેમ જ ભૂમિ ઉપર દૃષ્ટિ, સ્થાપી ઊભા રહ્યા. થોડી વાર સુધી કોઈએ એમની સંભાળ ન લીધી. મહિનાના ઉપવાસને અંતે તપસ્વી ભિક્ષા માટે આવ્યા છે એમ કોઈને ન લાગ્યું અને કદાચ લાગ્યું હોય તો ઉપવાસ પણ એમનો એક ધંધો હશે, એટલે એમાં માથું મારવાની કે એમના ધંધામાં દરમ્યાનગીરી કરવાની કોઈ રાજકર્મચારીને જરૂર ન જણાઈ
સદ્ભાગ્યે એક દાસી ત્યાંથી જતી દેખાઈ. દ્વારપાળે એને કહ્યું : “જરા કુંવર-મહારાજને કહેજો કે કોઈ એક તપસ્વી અહીં ઊભા છે. આપની આજ્ઞા માગે છે.”
દાસી સાંભળ્યું-ન સાંભળ્યું કરીને અંદર દોડી ગઈ એને તપસ્વીની શી પડી હોય ? એવા તો હજારો કંગાલો આવે, જાય. આ તો રાજમહેલ કહેવાય. એમ જો સૌની સંભાળ લેવા બેસે તો એમને પોતાનાં કામ કરવાનો અવકાશ જ ન રહે !
મોડું થાય એની તપસ્વીને બહુ ચિંતા નહોતી. માત્ર વહેલા-મોડા પણ પોતાના આગમનના સંવાદ ગુણસેનને મળવા જોઈએ, એટલી જ એમની ઈચ્છા હતી. સમાચાર મળ્યા પછી તો ગુણસેન પોતે જ દોડી આવીને પોતાનું સ્વાગત કરશે, એ વિશે એમને લેશમાત્ર શંકા નહોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org