________________
ખંડ ચોથો
૯૧ પણ ધનશ્રીને એ વાત નથી રુચતી. એકાંત મળતાં નંદકને એ સ્પષ્ટ શબ્દોમાં સંભળાવે છે કે, “હું કોઈપણ રીતે આ ધનદેવના પંજામાંથી છૂટવા માગું છું, સીધી રીતે એ વિદાય થાય તો ઠીક છે, નહિતર મારે પોતાને એ કાંટો કાઢીને ફગાવી દેવો પડશે.” નંદક આ કોમળાંગી નારીપ્રકૃતિમાં છુપાયેલી પૈશાચિકતા જોઈ ગભરાય છે.
એક મધ્યરાત્રિએ સાગર ઉપર અંધકારનું ગાઢ ઢાંકણ ફરી વળ્યું હતું. થોડા ખલાસીઓ સિવાય સૌ નિદ્રામગ્ન હતા. દૂર દૂર આવતાંજતાં વહાણોના દીપ-પ્રકાશ આગિયાની જેમ ચમકીને પાછા અંધકારમાં ભળી જતા. ધનદેવ અઈનિદ્રામાં અને અર્ધજાગૃતિમાં પડ્યો હતો. પોતાના ઘનિષ્ટ મિત્ર સાગરનું ગર્જન સાંભળતો હતો. એટલામાં કોઈ દુઃસ્વપ્ર દેખતો હોય અને જૂની લોકકથાઓમાં સાંભળેલા ઉપદ્રવોનાં તાદૃશ્ય સ્વરૂપ અનુભવતો હોય તેમ તેણે બે હાથોનો પીઠ ઉપર સ્પર્શ થતો અનુભવ્યો. એક તો તે બહુ જ દુર્બળ હતો અને તે ઉપરાંત અતિશય નિર્ભય પણ હતો. પોતાનું બૂરું કોઈ ચિંતવે કે આદરે એવી તો એને શંકા સરખી પણ નહોતી. તે વધુ ખાતરી કરવા જતો હતો, એટલામાં તો એનો દેહ અગાધ સાગરમાં ઝંપલાતો હોય એવું ભીષણ ભાન થયું. ધનદેવ પોતાના સુહૃદ સાગરનો અતિથિ બન્યો. ધનશ્રી અને નંદક બંનેનો રાહ તે દિવસે નિષ્કટક બન્યો.
(૩) કૌશાંબી નગરીમાં રાત્રિએ રાત્રિએ જાણે કે દીપોત્સવી ઉજવાતી. દીનતા કે દારિત્ર્યથી સાવ અજાણ્યા, કૌશાંબીવાસીઓને ત્યાં રોજ રાત્રે દીપશ્રેણીઓ રચાતી. લગભગ મધ્યરાત્રિ પછી એ દીપમાળા ઝાંખી પડતી. એ વખતે વિલાસીઓ અને અભિસારિકાઓ સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org