Book Title: Verno Vipak
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 129
________________ વેરનો વિપાક જેમના ત્યાગ-વિરાગ સ્વયંભૂ અને સ્વાભાવિક છે, તેમનાં ધૈર્ય અને ગાંભીર્ય પણ અપિરસીમ હોય છે. ઝટપટ નાસી છૂટવાની એમને વૃત્તિ જ નહિ થતી હોય એમ તો કેમ કહેવાય ? પણ બાહ્ય પરિસ્થિતિ એમને મુદ્દલ મૂંઝવી શકતી નથી. ઉપસર્ગો, દુઃખો, પ્રતિકૂળતાઓનો સામી છાતીએ સામનો કરવાનો બોધપાઠ તેઓ આ રીતે જ પાકો કરે છે. ૧૧૨ સમરાદિત્ય હવે ઘણીવાર પિતાની પાસે જાય છે, વિનયથી પાસે બેસે છે અને એમનું દિલ પ્રસન્ન રહે એવી રીતે વર્તે છે. સમરાદિત્ય જાણે છે કે પોતાની વિચારશ્રેણી સાથે માતા-પિતા સંમત નથી, વિરોધભાવ પોષી રહ્યા છે અને બે નવવધૂઓને સંયમમાં સ્થિર કર્યા પછી તો માતા-પિતાનો અસંતોષ મનમાં ને મનમાં જ ધૂંધવાયા કરે છે. એટલે જ સમરાદિત્ય વધુમાં વધુ સંપર્ક સાધવાનો અને પોતાનો દૃષ્ટિકોણ એમને સમજાવવાનો ઉદ્યમ કરે છે. એને ખાતરી છે કે જો મારું હૃદય સ્વચ્છ હશે, મારી વિચારશૈલી પ્રામાણિક અને આત્મહિતસાધક હશે તો આજે નહિ તો આવતી કાલે, બે દિવસ પછી પણ માતા-પિતા મને રાજીખુશીથી, પૂર ઉલ્લાસથી વિદાય આપ્યા વિના નહિ રહે. લોકમાતા જેવી ગંગા નદી એકવાર પત્થરના કઠણ અંતરાયો વચ્ચે બંદીવાન બનીને પડી હતી. રાજા ભગીરથે એને છૂટી કરી અને છૂટતાંની સાથે ભારતભૂમિને શસ્યશ્યામલ, ફળ-ફૂલ-કુસુમિત કરી દીધી. સમરાદિત્યને ગૃહવાસમાં રહેલો જોઈને, કોઈને પણ એમ લાગે કે જ્ઞાન-ચારિત્રની ગંગા માત્ર કેટલાક અંતરાયોને લીધે એક ઠેકાણે સ્થિર થઈને પડી છે. સમરાદિત્ય ભલે પુરુષસિંહના ખોળામાં ઉછર્યો હોય, સુંદરી રાણીએ ભલે એને પારણામાં ઝુલાવ્યો હોય, પણ ખરી રીતે તો એ સંસારનો એક તારણહાર છે, સર્વનો મિત્ર અને સર્વનો માર્ગદર્શક છે. એ સદાને માટે ઉજ્જૈનીના અંતઃપુરમાં, સંસારનો કેદી બનીને ન રહી શકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146