Book Title: Verno Vipak
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 145
________________ વેરનો વિપાક જિનભટજી પણ હરિભદ્રસૂરિના આ કિન્નાની વાત સાંભળી કમકમી ઊઠ્યા હતા. સંદેશામાં એમણે બીજું કંઈ નહિ, માત્ર એટલું જ લખ્યું હતું : “ગુણસેન અને અગ્નિશર્માની વાત તો યાદ છે ને ? નવ નવ ભવ સુધી એ વેરના વિપાક વેદનારની વાત જરા વિચારી જજો. વેરનો માર્યો એક જણ સંસારમાં ભૂંડે હાલે રઝળે છે અને ક્ષમાઉપશમના પ્રતાપે એક જણ તરી જાય છે.’ ૧૨૮ હરિભદ્રસૂરિનો વેરનો અગ્નિ ગુરુએ મોકલેલા ત્રણ જ શ્લોકો વાંચીને શમી ગયો. વેરનું એમણે પ્રાયશ્ચિત્ત લીધું અને એ પ્રાયશ્ચિત્તના જ એક અંગ તરીકે એમણે આ સમરાદિત્યની કથા લખી. પંડિતપ્રવર પદ્મવિજયજી મહારાજ, જેમણે આ જ વિષય ઉપર રાગરાગિણીવાળો રાસ રચ્યો છે તેઓ કહે છે કે : શ્રી હરિભદ્રસૂરીશ્વરે ચૌદશેં ચઉચ્યાલીશ (૧૪૪૪) ગ્રન્થ આલોયણના ગ્રહ્મા, જગમાં બહોત જગીશ પ્રથમ ગ્રંથ પ્રારંભીઓ, ક્રોધ નિરાસને કામ એહ ગુરુ આમ્નાય છે, સમતા સંગ સુઠામ. મૂળ કથાવસ્તુ શ્રી હરિભદ્રસૂરિજીથી પણ ઘણું પુરાતન હોવું જોઈએ. એ મૂળકથાને સૂરિજીએ નવું જ રૂપ આપ્યું. પાંડિત્ય, કલ્પના, રસાનુભૂતિ તો સૂરિજીને સ્વાભાવિક હતાં. સમરાદિત્ય કથામાં એમણે પોતાનું હૃદય નીચોવ્યું. એમના યુગના અને તે પછીના સંસ્કૃત વિદ્વાનોએ આ સમરાદિત્યની મુક્તકંઠે પ્રશંસા કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 143 144 145 146