Book Title: Verno Vipak
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 144
________________ ખંડ પાંચમો ૧૨૦ સમરાદિત્યના મુખેથી પાપીના ઉદ્ધારની વાત સાંભળી સર્વ શ્રોતાઓનો ગિરિસેન પ્રત્યેનો ધિક્કાર અનુકંપામાં પલટાઈ ગયો. કેવલી ભગવાનના વિશ્વ ઉપરના ઉપકારો વર્ણવતાં વાદેવી પણ થાકી જાય. આત્માની અનંત શક્તિ અને કરુણાના એ મૂર્તિમંત સ્વરૂપનું, તેમજ ત્રણે કાળ અને ત્રણે લોકનાં પ્રતિબિંબ જેની અંદર પડે તે કેવળ-જ્ઞાનમયતાનું પૂરેપૂરું વર્ણન કોઈ કરી શક્યું નથી. બુદ્ધિ અને કલ્પના પણ કેવલાનંદ-કેવલજ્ઞાન પાસે પહોંચતાં અંજાઈ જાય. સમરાદિત્ય કેવલીની આ જીવનકથા છેલ્લા એક હજાર કરતાં પણ વધારે વર્ષો થયાં, જૈન સમાજમાં ખૂબ પ્રચલિત અને પરિચિત છે. શ્રીમાન હરિભદ્રસૂરિજીએ એ કથાને પોતાની કાવ્યમય વાણીમાં ગૂંથી અમર તેમજ મનોહર બનાવી. શ્રી સૂરિજીનો સમય વિ.સં.૭૫૭ થી ૮૨૭ સુધીનો મનાય છે. પણ આ કથા એમની પહેલાં, સાધુ સમુદાયમાં તેમજ શાસ્ત્રાભ્યાસીઓમાં સુખ્યાત હોવી જોઈએ. એક પ્રમાણ એવું મળે છે કે શ્રી હરિભદ્રસૂરિ જેવા શાંત-નઃક્ષમાશીલ પુરુષ પણ એક વાર ક્રોધથી સળગી ઊઠ્યા. એ ક્રોધ નિષ્કારણ નહોતો. એમના બે પ્રિય શિષ્યોને બૌદ્ધસાધુઓએ મારી નાખ્યા હતા. એમના નામ હંસ તથા પરમહંસ. બંને સગા ભાઈઓ થતા હતા અને શ્રી હરિભદ્રસૂરિજીના પણ સંસારી સંબંધે ભાણેજ હતા. અભ્યાસ અને વિનયથી એ બંને ભાઈઓએ શ્રી હરિભદ્રસૂરિના દિલમાં ઊંચુ સ્થાન જમાવ્યું હતું. બૌદ્ધોએ એમને પજવ્યા છે, એમ જાણ્યા પછી એમણે વેર લેવાનો નિર્ણય કર્યો અને એમ કહેવાય છે કે પાંચ-છ બૌદ્ધ ભિક્ષુઓને તો રાજસભામાં હરાવી ઊકળતી તેલની કડાઈઓમાં હોમી પણ દીધા. હજુ એ વેર શમ્યું નહોતું. વધુ વેર લેવાની ગુરુદેવ તૈયારી કરતા હતા. એટલામાં એમને પોતાના ગુરુદેવનો સંદેશ મળ્યો. ગુરુ શ્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146