Book Title: Verno Vipak
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 141
________________ ૧૨૪. વૈરનો વિપાક ધંધવાતાં ચીંથરાં, અનુકૂળ વાયરાનું ઉત્તેજન પામી ભડભડ બળવા લાગ્યાં. મુનિના દેહને એ જવાળાઓ દઝાડવા લાગી. એકી સાથે સેકડો સાપ, મુનિના અંગ ઉપર સ્વચ્છેદે લીલા કરતા હોય એવું ભયાનક ટશ્ય ખડું થયું. આગથી બળવા છતાં આ મુનિનાં મોમાંથી એકે અરેકાર કેમ નહિ નીકળતો હોય ? સામાન્ય માનવી જે આગનો સહેજ સ્પર્શ થતાં બૂમ પાડી ઊઠે, એ આગના ભડકા ચોતરફ વ્યાપી જવા છતાં આ મુનિ આટલી શાંતિ-સ્વસ્થતા કેમ જાળવી શકતા હશે ? એમની અડગતા હિમાચલની સાથે કઈ રીતે હરીફાઈ કરતી હશે ? મુનિવરે ધ્યાનમાં પ્રવેશતાં, પ્રથમ તો પોતાના દેહનો અને દેહના વ્યાપારોનો સર્વથા ત્યાગ કર્યો હતો. વાસ્તવિક રીતે એ દેહ જ એમનો નહોતો રહ્યો. દેહના સુખ-દુઃખ સાથેનો સંબંધ એમણે છેદી નાખ્યો હતો, દેહ જ્યારે આગથી ભડભડ બળતો હતો તે વખતે પોતાનાં પૂર્વનાં કર્મો બળતા હોય, આત્માનું કંચન શુદ્ધતમ બનતું હોય એવી જ વિચારશ્રેણી ઉપર તેઓ આરૂઢ હતા. અગ્નિના આ ઉપદ્રવને તેઓ આત્મરમણતાના અવલંબનરૂપ માનતા. 'ગ્રીષ્મમાં જ્યારે અસહ્ય તાપ પડે છે, ઊની લૂ ફેંકાય છે, ત્યારે દેહની અંદરથી પ્રસ્વેદની ઝરણીઓ ફૂટે છે. એનાથી શરીર શીતળ રહે છે. પ્રકૃતિ એ રીતે દેહની રક્ષા કરે છે. પણ ઘોર ઉપસર્ગોની સામે ઘોર તપસ્વીઓ-ધ્યાનસ્થ મુનિવરો જે પ્રશમની ધારાઓ વહેવડાવે છે, તે તો સમરાદિત્ય જેવા મુનિપુંગવોને ભભૂકતી આગ વચ્ચે, અકંપ અને અડોલપણે ઊભા રહેલા નીરખે તે જ કંઈક સમજી શકે. આગથી રક્ષણ કરવું હોય તો પાણી જેવો બીજો પ્રતિકાર નથી, પરંતુ ઉગ્ર વેર, ઈર્ષા, કિન્નાખોરી સામે રક્ષણ કરવું હોય, સામાને અને પોતાને પ્રત્યાઘાતોમાંથી બચાવી લેવો હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146