Book Title: Verno Vipak
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 137
________________ વેરનો વિપાક ભાન થાય છે, તેમ તેમ એને લાગે છે કે એક સામાન્ય સંયમી જેટલો સુખી તો મોટો ચમરબંધી પણ નથી. ૧૨૦ બીજા ભાઈએ પૂછ્યું : “અમારાથી આપની જેમ પૂરેપૂરો સંયમ ન પાળી શકાય. મહાવ્રતોની અપેક્ષાએ અમે અણુવ્રતો પાળીએ. એનો અર્થ તો એ થયો કે આપ જે હિંસા-અસત્ય ન આચરી શકો તે આચરવાની અમને છૂટ.’ પ્રશ્નકાર પોતે પોતાની વક્ર શૈલી જાણતો હતો. એ માત્ર વાચકનું ગાંભીર્ય માપવા માગતો હતો. સમરાદિત્યે એકદમ આગ્રહપૂર્વક એની સામે આડો હાથ ધર્યો અર્થાત્ બસ થયું, હવે બોલશો મા. “તમે કેટલા ભાઈઓ છો ?' યુવાનને પકડમાં લેવા, ફરી ભૂલે નહીં એવો પાઠ પઢાવવા વાચકે પૂછ્યું. “અમે ચાર ભાઈઓ.’’ “હવે, ધારો કે અહીંના અયોધ્યાના પ્રસન્નચંદ્ર રાજા તમને ચારે ભાઈઓને બંદીવાન બનાવે, તમારા પિતા જઈને રાજાને વિનવે. પછી રાજા એમ કહે કે બહુ બહુ તો તમારા એક પુત્રને છોડું, પણ બાકીના ત્રણને તો હું બંદીખાને જ રાખવાનો. બાપને એમ લાગે કે ચાલો, એક તો ઘેર આવે છે, બાકીનાનું જોઈ લેવાશે. હવે તમે કહો છો તેમ બાપે એક પુત્રને છોડાવ્યો એનો અર્થ એવો થાય ખરો કે પિતાએ પોતે ત્રણે પુત્રોને બંદીખાને રાખવાની મહારાજાને રાજીખુશીથી રજા આપી !” શ્રેષ્ઠીનો યુવાન પુત્ર વાતનો મર્મ સમજી ગયો. એટલું જ નહિ પણ સમરાદિત્ય સામા પક્ષને એની જ યુક્તિથી હંફાવવાની ટાઢી તાકાત ધરાવે છે, એમ જોઈ શક્યો. વ્રતો વધુ પાપ કરવાની પરવાનગી નથી આપતાં, માત્ર એક મર્યાદા બાંધી આપે છે અને તે પણ અનિવાર્ય હોવાથી એ મર્યાદાનો આશ્રય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146