________________
૯૬
વેરનો વિપાક
નંદકની સાથે જ અમે તામ્રલિપ્તથી સમુદ્રયાત્રાએ નીકળેલાં. રસ્તામાં શું બન્યું તે આપને કહેવાની જરૂર નથી.''
“ભલે, એ હકીકત ન કહેવી હોય તો મારે જાણવાની જરૂર નથી. હું માત્ર એટલું જ પૂછું છું કે તમે તમારા પતિ પ્રત્યે આટલા ક્રૂર કેમ બન્યાં ?' ન્યાય તોળવાની વૃત્તિથી મહારાજાએ પૂછ્યું.
“હું આટલી ક્રૂર કેમ બની તે હું પોતે જ નથી સમજતી. આપને શી રીતે સમજાવું ! એકવાર એવી જ ક્રૂર બની હતી અને માન્યું હતું કે હવે એની ફરી આવૃત્તિ નહિ કરવી પડે. પણ કોણ જાણે, મારા લલાટલેખ એવા હશે!''
“પહેલાં પણ તમે એમને જીવતા બાળવા પ્રયત્ન કરેલો, એમ જ ને ’
“નહિ, પહેલાં તો મેં એમની માંદગીનો લાભ લઈ, સમુદ્ર વચ્ચે ફગાવી દીધેલા. ત્યાં તે બચી ગયા હોય એમ જણાય છે. ફરી મેં એમને કૌશાંબીમાં શ્રમણના વેશમાં ફરતા જોયા. મને થયું કે જો એમનું અસ્તિત્વ નહિ મિટાવી દઉં તો સમુદ્રદત્ત નંદક છે અને હું પોતે ધનદેવની પત્ની ધનશ્રી છું, એ રહસ્ય ખુલ્લું થયા વિના નહિ રહે. અમારી પ્રતિષ્ઠા ધૂળભેગી મળી જશે, દુનિયા અમારા ઉપર ધિક્કાર વરસાવશે. એ ભયમાંથી છૂટવા માટે પાદરદેવીના મંદિરમાં જઈ આ સાહસ કરવું પડ્યું. હું મારા અપરાધનો સ્વીકાર કરું છું. મને હવે પશ્ચાત્તાપ તો ઘણો થાય છે. પણ કોણ જાણે કયા ભવના વેરે મારી રક્તવાહિની નસોમાં આવું કાતિલ ઝેર ભરી દીધું છે, તે મને નથી સમજાતું. મહારાજ, ઘણા સમયથી હું એ વેર-વાસનાને છુપાવવા મથી રહી હતી, મેં કેટકેટલી રીતે મારા મનને સમજાવ્યું છે, તે મારા અંતર્યામી સિવાય બીજું કોઈ નથી જાણતું. બીજાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org