________________
૧૦૦
વેરનો વિપાક
બાપુજી આવા જુલ્મીઓને કેમ નથી વારતા?” વ્યાધિ નામનો કોઈ જુલમગાર માણસ હોય અને બાપુજીએ એક રાજા તરીકે એને સજા કરવી જોઈએ, એમ માનનારા આ ભોળા કુમાર આસ્તેથી બોલ્યા.
સાથીઓએ કહેવા માંડયું : મહારાજ, વ્યાધિ એ કોઈ આ દુનિયાનો માનવી નથી. વ્યાધિને વશ તો સૌ કોઈને થવું જ પડે. એમાં આપણે નિરૂપાય છીએ. ચાલો ઉદ્યાનમાં, નકામું મોડું કરવાથી શું લાભ છે ?”
વ્યાધિ વિશે વિચાર કરતાં કુમાર પોતાની આસપાસ ઊભેલા ટોળાનું ભાન ભૂલી ગયા. ક્યાંય સુધી પત્થરની મૂર્તિ જેવા પોતે એ પ્રાણહારક વ્યાધિના પંજામાં સપડાયેલા પુરુષને જોઈ રહ્યા. ઘડી પહેલાં ઉલ્લાસથી દીપતા સમરાદિત્યના સુકુમાર મોં ઉપર જાણે કોઈએ શાહી પાથરી દીધી હોય તેમ બેચેન જેવા દેખાયા.
વસંતોત્સવ માંડી વાળવાનું એમને મન થયું, પણ પિતાજીની આજ્ઞાની અવગણના થશે, હજારો નાગરિકો નિશ્વાસ નાખશે, એવી ચિંતાથી સમરાદિત્ય, રોગીની પાસેથી નીકળી રથમાં બેઠા.
થોડીવારે એક વૃદ્ધ દંપતી, રસ્તાની ધારે બેઠેલું દેખાયું. બંનેના હાથપગ ધ્રૂજતાં હતા, દાંત પડી ગયા હતા. આંખના દેવતા ઊડી ગયા હતા. દીકરાઓએ પણ એ ડોસા-ડોસીને ઘરમાંથી તગડી દીધાં હતાં.
આ લોકો ટાઢને લીધે ક્રૂજતાં હોય એમ કેમ લાગે છે ? ઘરમાં રહેવાને બદલે રસ્તા ઉપર કેમ બેઠાં છે ?” સમરાદિત્યે સારથિને પૂછવું.
સારથિ અને કુમારના સંગાથીઓ આવા પ્રશ્નો માટે તૈયાર નહોતા. એમને થયું કે આજે જ આવાં અને આટલાં બધાં અપશુકનો ક્યાંથી ટપકી પડ્યાં ? એમનું ચાલે તો ગામના એકે એક રોગી, એકે એક વૃદ્ધને ગરદન મારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org