Book Title: Verno Vipak
Author(s): Sushil
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 115
________________ ખંડ પાંચમો (૧) જરા અને મૃત્યુ પ્રાણીમાત્રને પરિચિત છે. નિકટના, નિત્યના અને પળેપળના પરિચયવાળા હોવા છતાં એ મૃત્યુ, એ વૃદ્ધત્વ અને એ બંનેની સહચરી વ્યાધિ અકસ્માતું આકાર ધરીને સામે આવીને ઊભાં રહે છે, ત્યારે એ કેટલાં અજાણ્યાં, અકારાં અને અસ્પૃશ્ય દેખાય છે? મૃત્યુના સાક્ષાત્ દર્શને ઘણા ચિંતકો અને ધર્મ પ્રવર્તકોની આંખ ઉઘાડી નાખી છે. નચિકેતાએ જ્યારે પહેલવહેલું મૃત્યુ નિહાળ્યું ત્યારે એને એટલું બધું કુતૂહલ અને જિજ્ઞાસા જાગી કે એ મૃત્યનું રહસ્ય જાણવા, મૃત્યુની પાછળ છેક યમલોક સુધી ગયો, એવી મતલબની એક પૌરાણિક ગાથા છે. “હું અમૃત કેમ બનું ? હું જન્મ-જરા ને મૃત્યુનો પણ શી રીતે પરાજય કરું ?” એની શોધ પાછળ એણે ખૂબ તપ અને અભ્યાસ કર્યો. મૃત્યુંજયનો મંત્ર પણ મેળવ્યો, પરંતુ મૃત્યુની અહોનિશ ભજવાતી લીલામાં કંઈ ફરક નથી પડ્યો. ભલભલા સંસ્કારસ્વામીઓ અને મૃત્યવિજયી મહાપુરુષોને પણ પહેલી પ્રેરણા મૃત્યુના પ્રથમ સાક્ષાતે જ આપેલી. મૃત્યુ વસ્તુ શું છે? મૃત્યુનું સ્વરૂપ સમજવા જતાં એ ગવેષકોએ જે વિરાગનો, આત્મશુદ્ધિનો અને નિર્ભયતાનો સંદેશ આપેલો, વિશ્વોદ્ધાર માટે જે રાજમાર્ગ દર્શાવેલો તેના સ્પષ્ટ અવશેષો આજે પણ શાસ્ત્રોમાં મળી આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146