________________
ખંડ પાંચમો
૧૦૩ સારથિએ સમરાદિત્યને ચેતવ્યા ન હોત તો એ કોણ જાણે ક્યાં સુધી દિમૂઢની જેમ ત્યાંના ત્યાં જ રથમાં બેસી રહેત. સમરાદિત્યને આ છેલ્લું દૃશ્ય જોયા પછી એકાંતમાં જઈને બેસવાનું મન થયું. ઉત્સવનો ઉલ્લાસ તો મૂળથી જ નહોતો, પણ પિતાને કદાચ માઠું લાગશે, એમનું દિલ દુભાશે, એમ ધારી કેવળ વ્યાધિ, વૃદ્ધત્વ અને મૃત્યુના જ વિચારો કરતા, એ ઉદ્યાનમાં પ્રવેશ્યા.
લોકોએ હર્ષ-ધ્વનિથી એમને વધાવ્યા તો ખરા; પણ લોકોના આનંદ-વિનોદમાં ભાગ લેવા જેવી એમનામાં શક્તિ જ નહોતી રહી.
પાસે ઊભેલા એક-બે નાગરિકોને એમણે પૂછી જોયું “સંસારમાં ખરું સામ્રાજ્ય તો વ્યાધિ અને મૃત્યુનું જ ચાલી રહ્યું છે, તે તમે જાણો છો ?” વસંતોત્સવ જેવા પ્રસંગે કુંવર આમ કેમ બોલતા હશે તે નાગરિકો ન સમજી શક્યા. એમને થયું કે કુંવરનું ખસી ગયું લાગે છે. નહિતર અવસર વિનાની આવી વાત ન કાઢે !
મૃત્યુ સમયનું સગા-વહાલાઓનું આકંદ હજી કુમારના અંતરને વલોવતું હતું. બીજી તરફ વસંતોત્સવમાં ઉન્મત્ત બનેલા યુવકો અને યુવતીઓના મધુર સંગીત અને આલાપના અવાજો પણ કુમારના કાનની સાથે અથડાતા હતા. ત્યારે સાચું શું ? પેલું આકંદ કે આ આમોદ ?
કુમારના મોં ઉપર વ્યથા અને વિહ્વળતા છવાયેલી જોઈ, વસંતોત્સવ માણવા આવેલા રસિકોનો રંગ ઊડી ગયો. એમને થયું કે જે ઉત્સવમાં મુખ્ય નાયક પોતે જ કસાણું મોં કરીને આવે એ ઉત્સવ પણ શું કામનો ? ખરું જોતાં તો કુમારે પોતે જ ઉમંગ રંગમાં ચકચૂર બની પ્રેક્ષકોને પાણી ચડાવવું જોઈએ. જિંદગીમાં આવો અવસર દુર્લભ છે, એમ માની એનો ઉપભોગ કરવા કટિબદ્ધ બનવું જોઈએ. એને બદલે રોડશોકગ્રસ્ત મોં લઈને કોઈ આવે તો એના ઊના નિ:શ્વાસે ઉદ્યાનની શીતળ કુંજોમાં પણ દાવાનળ સળગી ઊઠે !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org