________________
ખંડ પાંચમો
૧૦૯
બહેનોને લાગ્યું. લગ્નના અને પ્રથમ મિલનના પ્રસંગને આ વાર્તાલાપ કોઈ રીતે સંગત નહોતો. એ વખતે સહચરીઓએ અને નવવધૂઓએ રસ-વિનોદ કે હાસ્યાલાપની આશા રાખેલી ત્યાં સાધુ-સંન્યાસીઓની મંડળીમાં શોભે એવી વાતો નીકળતી સાંભળી, નંદનવનની ટોચેથી જાણે નીચે પછડાતી હોય એવો આઘાત અનુભવી રહી.
સૂકા-નીરસ વાતાવરણ વચ્ચે વિશ્વમવતી અકળાતી હોય એમ બોલી ઊઠી : “અનુરાગની સાથે અહિતને શું સંબંધ છે ?”
અનુરાગ એટલે ઝાંઝવાનાં નીર ! તરસ્યાં મૃગ એ ઝાંઝવાનાં નીર પાછળ દોડી દોડીને પોતાના પ્રાણ કેમ ગુમાવે છે, તેની કલ્પના કરશો તો અનુરાગ અને અહિત એક જ સૂત્રમાં સંકળાયેલા છે, એ વાત તમને સમજાશે.”
કામલતા વચ્ચે જ બોલી ઊઠી : “મૃગ અને માનવી વચ્ચે કાંઈ તફાવત નથી ?”
સહચરીઓના મુખ ઉપર આછું સ્મિત રમી રહ્યું. કુમારને કામલતાએ ઠીક ઉધડો લીધો, એમ આ ગભરું બાળાઓને લાગ્યું. વાર્તાલાપમાં પણ જરા ગરમી આવી.
મૃગ મૂરખ છે, કારણ કે પશુ છે. પણ બુદ્ધિમાન માનવી જ્યારે મૂર્ખાઈ કરે છે, ત્યારે તો એની હદ જ નથી રહેતી.” કુમાર અહીં પેલા વ્યાધિ, વૃદ્ધત્વ અને મૃત્યુ સંબંધી માનવસંઘની બહયાઈ વર્ણવવા માગતો હતો. પણ પાછું એને એમ લાગ્યું કે હજી બહુ ઊંડા પાણીમાં ઊતરવા માટે જે અવતરણિકા જોઈએ તે તૈયાર નથી થઈ
“પણ અનુરાગ હોય ત્યાં અહિત હોય એ વાતનો કંઈ મેળ ખરો, કુમાર ?” વિભ્રમવતીએ હવે પૂરા બળથી ચર્ચાના મેદાનમાં ઝુકાવ્યું.
કુમારે ઉત્સાહમાં આવી કહેવા માંડ્યું: “ધારો કે એક યુવતી રાજકુમારી સોળે શૃંગાર સજીને ઝરૂખામાં બેઠી છે. યૌવનનો ઉદામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org