________________
વેરનો વિપાક
અને ખરેખર એમ જ બન્યું. સમરાદિત્ય કુમારના અંતરમાં વિરાગની જે આછી ચિનગારી પ્રગટી હતી, તેણે વસંતોત્સવના પ્રેમીઓ અને ઉપાસકોને દઝાડી દીધા. વ્યાધિ અને મૃત્યુને અત્યંત પરિચિત છતાં નમાલી વસ્તુ માનનારાઓને કુમારે ચિંતાગ્રસ્ત બનાવ્યાં. માનવી મૃત્યુ અને વ્યાધિ પાસે પામર છે, છતાં મૃત્યુ ઉપર પણ વિજય વર્તાવવાની માણસમાં શક્તિ છે, પ્રમાદવશ અને મોહવશ એ શક્તિ ગુમાવી બેઠો છે. એ વાતનું કુમા૨ે એમને સ્મરણ કરાવ્યું. પણ લોકોને લાગ્યું કે એ સ્મરણ અસ્થાને અને અસમયે હતું.
૧૦૪
સમરાદિત્ય જેવો સંસ્કારી યુવાન સંસારીઓને કદાચ ન સમજાય. જરા-વ્યાધિ અને મૃત્યુ જેવી રોજની અતિ સામાન્ય ઘટમાળ પાછળ લોહી ઉકાળનાર, સંક્ષુબ્ધ બનનાર માણસ એમને કદાચ મૂર્ખ જેવો પણ લાગે. પરંતુ આવી ચિંતા અને વ્યથાની ચિનગારી કોઈ પુણ્યશાળી કે ભાગ્યશાળીના અંતરમાં જ પ્રગટે છે. ચિંતન અને સંવેદનની આ અદૃશ્ય આગ સંસ્કારીને જેમ તપાવે છે, તેમ શુદ્ધ પણ કરે છે.
સમરાદિત્યને આમાં કંઈ નવું શીખવાનું નહોતું, માત્ર પૂર્વના સંસ્કારોને જાગ્રત કરવાના હતા. વ્યાધિ અને મૃત્યુના દૃશ્યોએ એની આંખમાં અલૌકિક આંજણ આંજ્યું અને એને સંસાર પ્રત્યે નિહાળવાની, વસ્તુ માત્રને અવલોકવાની શુદ્ધ નિર્મળ દૃષ્ટિ એ નિમિત્તે મળી ગઈ.
(૨)
સમરાદિત્યના પિતા પુરુષસિંહે જ્યારે કુમારના વસંતોત્સવ પ્રયાણની અને માર્ગમાં અકસ્માત્ બનેલી ઘટનાઓની વાત જાણી, ત્યારે એની ભૂખ અને ઊંઘ ઊડી ગઈ ! ઉજ્જૈનીનો યુવરાજ આવો ભીરુ અને વૈરાગી હોય એ વાત પ્રથમ તો એના માનવામાં જ ન આવી. પણ વસ્તુસ્થિતિ ક્યાં સુધી છૂપી રહે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org