________________
૧૦૧
ખંડ પાંચમો
પણ જવાબ તો આપવો જ જોઈએ. સારથિએ કહ્યું : “મહારાજ, એનું નામ જ ઘડપણ. આખી જિંદગી વૈતરાં કર્યા, પણ પછી ઘડપણ આવ્યું અને હાથ-પગ હાલતા બંધ થયા, એટલે સંતાનોએ એમને નકામા ગણી ઘરની બહાર હડસેલી દીધાં.”
કુછના રોગથી રીબાતા માનવીને તે લોકોએ રસ્તામાં ફગાવી દીધો હતો. વૃદ્ધોની પણ આવી દશા થાય છે. વ્યાધિની જેમ વૃદ્ધત્વ પણ પ્રાણીમાત્રના રક્ત-માંસ શોષે છે, એ જોઈને કુમારનું દિલ વધુ કવીભૂત થયું.
વૃદ્ધત્વને વશ આ લોકો શું કામ થતા હશે” કુમારની આ બાળોચિત જિજ્ઞાસાનો સારથિ શું જવાબ દે? એણે માત્ર એટલું જ કહ્યું:
એ કંઈ આપણા હાથની વાત નથી. વહેલું કે મોડું, પણ ઘડપણ તો આવવાનું જ !”
વ્યાધિની જેમ વૃદ્ધત્વ પણ અનિવાર્ય છે, એવી કુમારને ખાતરી થઈ. વિશ્વના આ સનાતન વેરીઓનો સામનો કરવાનો શું માનવસમાજ પાસે કોઈ ઉપાય નહિ હોય ? માનવી આવો શક્તિશાળી અને બુદ્ધિશાળી છતાં આટલો પામર ? આટલો નિરુપાય? વસંતોત્સવની પાછળ ઘેલાં બનેલાં આ હજારો સ્ત્રીપુરુષોમાંથી કોઈને પણ કેમ આ વ્યાધિ-વૃદ્ધત્વ વિશે લવલેશ ચિંતા જેવું નહિ લાગતું હોય ? કે પછી મારું એકલાનું જ ચિત્ત વિભ્રમના ચકડોળે ચડી ગયું હશે ?
સારથિને, કુમાર કરતાં પણ વધુ ઉતાવળ હતી. મહારાજાએ વચ્ચે રથને ક્યાંય પણ ન રોકવાની, કુત્સિત દૃશ્યો કુમારની આંખે ન પડી જાય તે માટે સાવચેતી આપી રાખી હતી. કોઈ દિવસે નહિ ને આજે જ એક પછી એક અમંગળ દૃશ્યો ઊડીને આંખને વળગતાં હતાં. તેથી સારથિની ચિંતા પણ વધી પડી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org