________________
ખંડ ચોથો
૯૫ બગાડ્યું હતું ? લોકોની કલ્પના જ્યારે ન ચાલી ત્યારે તેમણે કોઈ અદેશ્ય શક્તિનો આ ઘોર ઉપસર્ગ હોય એવી વાતો વહેતી કરી.
કૌશાંબીના મહારાજાને એટલેથી સંતોષ ન થયો. એમણે નગરપાળને બોલાવીને આદેશ કર્યો : “એક નિર્દોષ-નિષ્પાપ મુનિને વગર કારણે ભસ્મીભૂત કરનાર અપરાધીનો પત્તો મેળવવો જ જોઈએ.”
નગરપાળે ખૂબ કુશળતાપૂર્વક એની તપાસ કરવા માંડી. એક દાસી અને એક ગૃહિણી એમ બે જણાં આ દેવીના મંદિરમાં મધ્યરાત્રિએ આવ્યાં હતાં, એટલી બાતમી મળ્યા પછી તપાસમાં બહુ મુશ્કેલી ન રહી.
બરાબર રહસ્ય ઉકેલાયું, એટલે નગરપાળે એક નારી મહારાજા પાસે રજૂ કરી. એ નારી પણ હવે તો સમજી ચૂકી હતી કે મિથ્યા બચાવ કરવાથી કંઈ વળે તેમ નહોતું. આ નારી બીજી કોઈ નહિ, સમુદ્રદત્તની ગૃહિણી હતી.
એક અંતઃપુરવાસિની નારી પ્રત્યે જેટલું સન્માન બતાવવું જોઈએ, તેટલા સન્માન સાથે મહારાજાએ તેણીનો આદર કર્યો. પૂછયું : “આ જ સમુદ્રદત્ત શેઠની સ્ત્રી ?”
કોટવાળને બદલે આરોપી નારીએ કુટિલ હાસ્ય કરતાં કહ્યું : કૌશાંબીવાસીઓની દષ્ટિએ એ બરાબર છે.”
મહારાજા આ નારીના કથનમાં કંઈ ઊંડો ભેદ હોય તેમ જોઈ શક્યા. એમણે સ્પષ્ટ હકીકત સંભળાવવા આરોપીને આગ્રહ કર્યો એટલે લજજા કે સંકોચને ફગાવી દઈ એ સ્ત્રી પોતે જ કહેવા લાગી:
“ખરી રીતે હું જેમને ભસ્મીભૂત કરી આવી છું, એ જ મારા પતિ હતા. એમનો મિત્ર નંદક આજે જોકે નાસી છૂટ્યો છે, પણ એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org