________________
વેરનો વિપાક રાજમાર્ગ ઉપર ભાગ્યે જ કોઈના પગલાં પડતાં. કૌશાંબી નગરી ચોર, લૂંટારાઓથી સુરક્ષિત હતી.
સમુદ્રદત્ત થોડાં વર્ષથી આ નગરીમાં નવો આવીને વસ્યો હતો. લોકો એના કુળ કે વંશથી બહુ પરિચિત નહોતા. પણ એની પાસે જે સંપત્તિ હતી, તે ઉપરથી તે કોઈ પ્રવાસી-પ્રામાણિક વેપારી હોવો જોઈએ, એવી લોકોની માન્યતા બંધાઈ હતી.
આ સમુદ્રદત્તની સ્ત્રી આજે બપોરથી વિહ્વળ જેવી દેખાય છે. ઘણીવાર ચિંતામગ્ન રહ્યા પછી એણે પોતાની દાસીને આજ્ઞા કરી,
જો, આજે આઠમ છે. મારે ઉપવાસ છે. રાત્રિએ મારે પાદરદેવીને નૈવેદ્ય ધરવા જવું છે. નૈવેદ્ય તૈયાર રાખજે અને તારે મારી સાથે આવવું પડશે.”
દાસીને આ આજ્ઞાથી આશ્ચર્ય થયું. પણ તે કંઈ બોલી શકી નહિ. કોઈ દિવસે નહિ, આજે જ પાદરદેવીની પૂજાનું આ બાઈને કેમ સૂઝયું?
ગૃહિણી પાદરદેવીને કદી નહોતી માનતી. આજે જ અને તે પણ રાત્રિના અંધારપડદા નીચે એને ગામના છેક છેવાડે આવેલા મંદિરમાં જવાની વૃત્તિ કેમ થઈ આવી ? એ જાણતી હતી કે રાત્રિના સમયે એ સ્થાન સ્મશાનવત્ શાંત અને ભયંકર બને છે. હિંમતવાન પુરુષ પણ સાંજ પછી ત્યાં પગ મૂકતાં ક્રૂજી ઊઠે છે. મંદિર હંમેશાં ખુલ્લું રહે છે, પણ એની આસપાસના ખુલ્લા ચોગાનમાં અનેક પ્રકારની આસુરી લીલાઓ ભજવાય છે. સમુદ્રદત્તને એણે આ વિશે વાત કરવાનું ઉચિત નથી માન્યું. કદાચ એ નિષેધ કરે એવી બીક પણ ખરી. ગમે તેમ પણ સમુદ્રદત્તની પત્નીએ મધ્યરાત્રિએ પાદરદેવીના મંદિરે જવાનો નિશ્ચય કર્યો.
કૌશાંબીની દીપમાળા જેવી ઝાંખી બની કે તરત જ આ સુકુમાર નારી હૈયાને વજ જેવું કઠિન બનાવી, દાસી તેમજ નોકરોની સાથે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org