________________
ખંડ બીજો
(૧)
યુવરાજનો જન્મોત્સવ, જયપુર નગરની ઘણી પેઢીઓની એક પરંપરા છે. મહારાજા સિંહકુમારની પટરાણીને પેટે કુંવરનો જન્મ થવો જોઈએ, એમ માની પુરવાસીઓ પુત્રોત્સવ ઉજવવાની ધમાલમાં પડ્યા છે.
છતાં પટરાણીના પુત્રજન્મની વાત બહાર આવવા જ ન પામી. રાણીએ પુત્રને જન્મ આપ્યો તો ખરો, પણ તે હરકોઈ રીતે છુપાવવા માગે છે.
પટરાણી અને દાસી વચ્ચે મહેલના એકાંતમાં એ જ વાત ડોળાય છે.
રાણી કહે છે : “મારા દેવ જેવા પ્રેમાળ પતિનું અનિષ્ટ કરે એવો પુત્ર મને ન જોઈએ. તું ગમે તેમ કરીને આ શિશુના દેહને બહાર મૂકી આવ.’
દાસી કહી રહી છે : “રાણીજી ! એ આપનો ભ્રમ છે. પુત્ર પિતાની સામે વિદ્રોહ કરે, પિતાને પરેશાન કરે એ બધી આપે જાતે જ ઊભી કરેલી ભ્રમણાઓ છે. એવી એક ભ્રમણાની ખાતર રાજકુંવરનો જન્મતાં જ ત્યાગ કરવો એ ક્રૂરતા છે, પાછળથી પસ્તાવું પડે એવી નિર્બુદ્ધિતા પણ છે.''
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org