________________
ખંડ બીજે
થોડી વાર રહીને દુર્મતિએ સૂચવ્યું : “આપણે પૂજ્ય રાજપિતાના ખૂનમાં હાથ તો બોળવા જ નથી. માત્ર વચ્ચે ન આવે એટલા સારું એક સ્થાનમાં એમને બંદીવાન બનાવી દઈએ તો આપણું ધારેલું કામ સહેજે પાર પડી જાય. અમાત્યો કે સામંતો બળવો કરશે, એ બીક પણ આપે નથી રાખવાની. હું આપની પડખે જ ઊભો છું.”
“પણ પિતાને અણધાર્યા બંદીવાન કેમ બનાવવા, એ જ મને નથી સમજાતું.” પિતા પ્રત્યેની અશ્રદ્ધાથી પીડાતા પુત્રે જાણવા માગ્યું.
એ તો રમત વાત છે. એમની સામે ન જતાં, અહીં જ આમંત્રવા.”
ધારો કે આપણા કપટી આમંત્રણની એમને ગંધ આવી જાય તો ?” દુર્મતિ લુચ્ચાઈભર્યું હસ્યો. બોલ્યો : -
“મરદનાં કારસ્તાન કળવાં એ શું બચ્ચાના ખેલ છે ? મારાતમારા સિવાય આ બીજું કોણ જાણી શકવાનું હતું ? આમંત્રણ આપવામાં આપને ભય લાગતો હોય તો હું આપને એક બીજો ઇલાજ બતાવું. આપને અભિષેક પહેલાં મળવા તો બોલાવશે જ. મારી સલાહ એમ છે કે, આપે ન જવું, પછી તેઓ ઉતાવળા થઈને આપને પોતે-જાતે બોલાવવા આવશે. એ વખતે જ સોગઠી ટીપી નાખવી.”
આનંદને ગળે એ વાત ઊતરી. એક તો એને એકદમ સત્તાધારી બનવું હતું, તે ઉપરાંત ભવિષ્યમાં કોઈ કાંટો ન વાગે તે માટે પ્રથમથી જ માર્ગ સાફ કરવો હતો. સિંહ મહારાજાને જાળમાં ફસાવ્યા વિના એ હેતુ પૂરેપૂરો ન સધાય.
જે સિંહ મહારાજા પોતાના હાડવેરીને પણ ક્ષમા આપી શકે છે, અભયદાન સાથે આશ્રય પણ આપી શકે છે, જે અજાતશત્રુ જેવા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org