________________
૦૩
ખંડ ત્રીજો
માતાનો બધો વિદ્વેષ, દુઃસ્વમની જેમ શિખી મુનિના હૈયામાંથી ઊડી ગયો. એણે રત્નકંબલનો સ્પર્શ કર્યો, એમાં પણ જાણે જનનીના સુકુમાર ચરણનો સ્પર્શ કરતો હોય એવી ગ તા અનુભવી.
ઘડીભર એને થયું કે “જો થોડી એકાંત મળે તો આ વાત્સલ્યના તાણાવાણાથી વણાયેલી રત્નકંબલને માથે મૂકી બે ઘડી આનંદ-નૃત્ય
કરું !”
સાધુ સમુદાયની વચ્ચે શિખી વધુ કંઈ બોલી શક્યા નહિ. સંસારી સ્વજન પ્રત્યેની આસક્તિથી હિમગિરિ સમાન અચલ વ્રતધારી પણ ક્ષણવાર ચલાયમાન થયા.
માતાએ કંબલ તો મોકલી, પણ ગુરુની આજ્ઞા વિના એનો અંગીકાર નહિ થાય.” શિખી મુનિ અર્ધસ્પષ્ટ સ્વરોમાં બોલ્યા અને બ્રાહ્મણને ત્યાં જ બેસવાનું કહી ગુરુદેવ પાસે ગયા.
શિખીને અચાનક પોતાની પાસે આવતો જોઈ ગુરુના મોં ઉપર પ્રફુલ્લતા છવાઈ જરૂર વિના શિખી ન આવે, એમ ધારી શિખી શું કહેવા આવ્યો છે તે જાણવા ઉત્સુક બન્યા.
“માતાએ ભેટ મોકલી છે. રત્નકંબલ સ્વીકારું ?” આશંકા અને ક્ષોભથી ગૂંગળાતા સ્વરોમાં ગુરુએ શિખીની માનવ- સહજ દુર્બળતા માપી લીધી. શિખી પોતે સર્વસ્વનો ત્યાગી છે, સુંદર અને મોહક લાગે, માટે ગમે તે વસ્તુ સ્વીકારી લેવાની નબળાઈ સાધુને ન શોભે એ વાત ભૂલી ગયો છે.
પણ ગુરુએ એની નબળાઈની વાત ગાંભીર્યના પડદા નીચે દાબી દીધી. ગમે તેવો પણ શિખી યૌવનવયનો છે. માતાના વિરલ વાત્સલ્યથી આકર્ષાયો છે. વસ્તુ પ્રત્યેની મમતા નહિ, પણ ઊર્મિવશતા એને અત્યારે પરાભવ પમાડી રહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org