________________
વેરનો વિપાક ધનદેવ જરા મોટો અને સમજણો થયો, એટલે ફરી એના સ્વભાવમાં પલટો આવ્યો. પ્રથમની જેમ હવે તે ગમે તે વસ્તુને વેડફી કે ઉડાવી દેતો નથી. ન છૂટકે કોઈને કાંઈ આપવું પડે તો આપે. ગરીબો કે દીનદુ:ખીઓને અન્ન-વસ્ત્ર આપવામાં એને આનંદ પડે છે, પણ હવે જાણે કે કોઈ એનો હાથ પકડી રાખતું હોય, અંતરમાંથી કોઈ નિષેધ કરતું હોય એમ એને લાગવા માંડ્યું છે. માતાપિતાએ કે કોઈ આપ્તજને ધનદેવને કદી મના નથી કરી. તેઓ તો ધનદેવની સમર્પણતા જોઈને મનમાં રાજી થતાં હતાં. એકનો એક અને વળી પૂર્વજન્મના પુણ્યનો આકાર ધરી, આંગણે અવતરનારો પુત્ર પોતે જ જો અન્નદાન કે વસ્ત્રદાનમાં આનંદ માણતો હોય તો સુખેથી એને એ આહ્વાદ લૂંટવા દેવો, એવી વિચારશૈલી હતી. એટલું છતાં ધનદેવ હમણાં હમણાં લોભી કે કંજૂસ જેવો કેમ બની ગયો ? એના મોં ઉપર જે તાજગી અને પ્રફુલ્લતા સતત લહેરાતી તે કેમ લોપ પામી, તે ધનદેવના નિકટના સાથીઓ કે વડીલો પણ સમજી શકતા નહોતા.
એક દિવસે ધનદેવ રાજમાર્ગ ઉપર એકલો ઊભો હતો. સામેની ઊંચી હવેલીના દરવાજા પાસે, એક ઓટલા ઉપર બેસીને એક શ્રીમંત સજજન, ગરીબો, કંગાળો, અશક્તો અને વૃદ્ધોને એમની જરૂરિયાત પ્રમાણે વસ્ત્ર તથા ધાન્ય વહેંચતા હતા. ભૂખની પીડા ભોગવતા આ કંગાળો જ્યારે થોડું અન્ન મેળવી પાછા ફરતા હતા, ત્યારે એમના મોં ઉપર ઉભરાતો આનંદ જાણે પ્રકૃતિનું કોઈ ગૂઢ અને મનોરમ દૃશ્ય નિહાળતો હોય તેમ ધનદેવ તલ્લીનતાથી ઊભો ઊભો જોયા કરતો. કાજળઘેરા મેઘ વચ્ચે વીજળીની રેખા અંકાય તેમ આ કંગાળોના ઉદાસીન મોં ઉપર કૃતાર્થતા અને કૃતજ્ઞતાની તેજછટા નૃત્ય કરતી ધનદેવને દેખાતી. ભૂખ્યા અને નાગા, ઠંડીથી થરથરતા અસ્થિપિંજર જેવા બાળકોને ખાતા તથા દેહ ઢાંકતા જોઈને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org