________________
વેરનો વિપાક
(૨) ભારત વર્ષના પ્રાચીન ઇતિહાસે જેમ કેટલાક મહાપુરુષોના નામમાં સંજીવની ભરી દીધી છે, તેમ કેટલીક નગરીઓમાં રોમાંચ ભરી દીધો છે. તામ્રલિપ્ત એક કાળે વૈભવ અને સમૃદ્ધિથી છલકાતું બંદર હતું. તાપ્રલિમ, ભારતીય સમુદ્રમાં ફૂલોના ગુચ્છા જેવા જે અસંખ્ય દ્વીપો આવેલા છે, તેમાં પ્રવેશવાનું સિંહદ્વાર હતું. તામ્રલિમના સાહસિક વ્યાપારવીરો અને વહાણવટીઓ દૂર દૂરના દ્વીપો સાથે સંબંધ બાંધતા અને વિવિધ વસ્તુઓની સાથે ધર્મ અને સંસ્કૃતિનો પણ વિનિમય કરતા. જાવા, સુમાત્રા અને મલાયાના દ્વીપો તો તામ્રલિપ્તના રહેવાસીઓને માટે ઘરના આંગણા જેવા બની ગયા હતા.
ધનદેવે અહીં તાપ્રલિમમાં આવી વેપાર ખેડવા માંડ્યો અને ધનવાનોમાં તેની પ્રતિષ્ઠા પણ જામવા લાગી. ધનદેવ દ્રવ્ય કમાતો પણ લોભ કે લોલુપતાથી તો જળકમળવત્ અલિપ્ત જ રહ્યો હતો. ધનદેવની દાનશાળાના અભંગ દ્વારા સૌને માટે ખુલ્લાં હતાં. કોઈ પણ યાચક કે દ્રવ્યાર્થી ત્યાંથી નિરાશ બનીને ભાગ્યે જ પાછો વળતો. જુગારમાં હારેલા અને આખરે આપઘાત કરવા તૈયાર થયેલા જુગારીઓ સુદ્ધાં ધનદેવને પોતાના તારણહાર સમજતા. પણ ધનદેવને એટલેથી સંતોષ નહોતો.
તામ્રલિપ્તના સાગરતીરે ધનદેવ ઘણીવાર ફરવા આવતો. વેગથી ધસી આવતા અને કિનારા સાથે ઘડીભરનો સંપર્ક સાધી પાછા અનંતતામાં મળી જતાં મોજાંઓની અભિનયલીલા એકલો બેસીને નીરખતો. અસ્ત પામતા સૂર્યનાં પાણીમાં નૃત્ય કરતાં કિરણો અને આકાશમાં પથરાતા રંગોને જોતાં એ ઊંડા ધ્યાનમાં ડૂબી જતો. સાગરનું એક એક મોજું જાણે કે એનું પૂર્વભવનું સંગાથી હોય, સાદ કરીને બોલાવતું હોય, પોતાને ત્યાં આવવાનું આમંત્રણ આપીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org