________________
છ૪
વેરનો વિપાક આંતર રોગના વૈદ્યને છાજે એવા શબ્દોમાં ગુરુએ કહ્યું : “જરૂર જ હોય તો કંબલ લેવામાં વાંધો નથી. અમસ્તો પણ તું નવાં વસ્ત્રો નથી વાપરતો, છતાં નિર્મમતપણે કંબલ લેવી જ હોય તો ખુશીથી.”
શિખીએ માતાની ભેટ લઈ લીધી. કામળમાં માતૃહૈયાની હુંફ ભરી હોય એમ એને થયું. કામળને અનિમેષપણે નિહાળતી દૃષ્ટિ સન્મુખ માતાનો હૃદયપલટો ખડો થયો.
ગુરુની પાસેથી શિખી પોતાના સ્થાને આવ્યો ત્યારે તેણે પેલા બ્રાહ્મણ-સોમદેવને બેઠેલો જોયો. શિખી કંઈ કહે તે પહેલાં જ સોમદેવે કહેવા માંડ્યું.
જાલિની દેવીએ કહેવરાવ્યું છે કે કોશનગર અહીંથી બહુ દૂર નથી, એકવાર દર્શન આપી જાઓ તો સારું.” કંબળની સાથે માતાએ આમંત્રણ પણ મોકલ્યું છે, એ જાણી શિખીને સમસ્ત દુર્ભાગ્ય સૌભાગ્યમાં પલટાઈ જતું લાગ્યું.
આનંદના આવેશમાં શિખી મુનિ બોલી ઊઠ્યા :
“મુનિથી ચોકકસ વચન તો ન અપાય, અમે રહ્યા નિબંધ વિહારી. છતાં જો કોશ-નગર તરફ આવવાનું થશે તો જરૂર માતાને મળીશ.”
સોમદેવને પણ એટલું જ જોઈતું હતું.
શિખી મુનિને કોણ જાણે હમણાં શું થયું છે ? વાત કરતાં કરતાં અન્યમનસ્ક થઈ જાય છે. તર્ક અને પ્રમાણમાં, સજાવેલી ધાર જેવી એમની બુદ્ધિ પણ જરા કુંઠિત બની જાય છે, સંભારવા મથે છે પણ સ્મૃતિ હાથતાલી આપીને જાણે કે નાસી જાય છે. બીજું તો ઠીક, શિખી મુનિનું નિર્દોષ-ઉજ્જવળ હાસ્ય જે તેજછટા દાખવતું, આખા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org