________________
ખંડ ત્રીજો
“જો, બેટા, સંસારચક્ર તો એની નિયત ગતિએ ફર્યા જ કરે છે. માત્ર આપણે બાવળ વાવીને આંબાના ફળની આશા રાખી બેસીએ છીએ, એટલે જ આપણને સૂર્યમાંથી અંધકાર અને ચંદ્રમાંથી અગ્નિ ઝરતો દેખાય છે. આપણે બહારનાં કારણોનું પૃથક્કરણ કરીએ છીએ, સુખ કે દુ:ખનાં મૂળ કારણ શોધવા મથીએ છીએ, પણ આપણી ટૂંકી દષ્ટિ કેટલે દૂર પહોંચે ? આજના આપણા હર્ષ, શોક, સંયોગ, વિયોગ અને રાગ, દ્વેષ વગેરેમાં જન્મ-જન્માંતરની આપણી કેટલી સારી-નરસી ભાવનાઓ પોતાનો ભાગ ભજવતી હોય છે. જ્ઞાની સિવાય બીજું કોણ એ ગૂઢ ભેદો ઉકેલી શકે ?” શિખીના મનનું એટલાથી સમાધાન ન થયું.
તારાથી અધિક દુ:ખી કોઈ હોય એમ તને નથી લાગતું, ખરું ને?” તપસ્વીએ સ્નેહમિશ્રિત સ્વરે પૂછ્યું.
આપ જ કહો. સંસારના સનાતન નિયમોને પણ ખોટો પાડે એવો મારા સિવાય બીજો કોણ છે ?” માતાના વાત્સલ્યને સંસારનો સનાતન નિયમ સમજનાર શિખી, પોતાના પૂર્વના પ્રશ્નની જ પુનરાવૃત્તિ કરી રહ્યો.
સંસારના નિયમોમાં આપણી બુદ્ધિ કેટલે પહોંચે ? બહુ બહુ તો બહારના પૂલ નિમિત્તોને પકડીને નિર્ણય કરીએ. પણ એમાં જ્યારે છેતરાઈએ ત્યારે મૂંઝાઈ મરીએ. જીવનના સ્વતંત્ર સુખ-દુ:ખની પાછળ અનેકાનેક જીવન-મૃત્યુની, રાગ-દ્વેષની, ઈર્ષ્યા અને વેરની પરંપરા પડી હોય છે. એને આપણે પકડી શકતા નથી. એટલે જ સંસારના નિયમો આપણે વિશે ખોટા પડતા દેખાય છે. કર્મ અને તેનો વિપાક આ જીવનનો કેટલો મોટો સૂત્રધાર છે ?”
ક્રમે ક્રમે તપસ્વીએ શિખીને સંસારનું સ્વરૂપ સમજાવવા માંડ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org