________________
પછે
ખંડ બીજે કટિબદ્ધ ન બનીએ તો પાછા ક્યારે બંધાઈ જઈએ, તે કંઈ કહી શકાય નહિ.” એટલું કહીને મહારાજા મૌન રહ્યા. કુસુમાવલીને જો કે કહેવાનું તો ઘણું હતું, પણ શબ્દોનો વ્યય કરવો નકામો છે, જાણી ચૂપ બેસી રહી.
શરણે આવેલો દુર્મતિ જો શાંત બેસી રહે તો લોકોએ આપેલું દુર્મતિ' નામ નિરર્થક ઠરે ને ? એની શરણાગતિ તો ઉપલું પડ માત્ર હતું. એણે જ્યારે જોયું કે સિંહરાજની પ્રચંડ તાકાત પાસે પોતે પહોંચી વળી શકે એમ નથી, બબ્બે વાર જેના સૈન્યને હરાવીને તગડી દીધું હતું કે આ વખતે પૂરો બદલો લીધા વિના શાંત નહિ થાય, ત્યારે જ શરણાગતિનો દાંભિક આશ્રય એને શોધવો પડ્યો. શરણાગતિને કોઈ ગૌરવ કે સૌભાગ્ય થોડું જ સમજે ? દુર્મતિને પણ પોતાનો પરાભવ ડંખતો હતો. શરણે થઈને, અંદર પેસીને પગ ફેલાવવાનો એણે પ્રપંચ રચ્યો.
એના પાસા સવળા પડ્યા. યુવરાજને આનંદની ઓથ અનાયાસે મળી ગઈ. આનંદકુમાર હવે મુગટ માથે મૂકવા ઉતાવળો થયો હતો. પળનો પણ વિલંબ એને યુગ જેટલો અસહ્ય લાગતો હતો.
દુર્મતિએ દારૂગોળામાં ચિનગારી મૂકવાની તક ઝડપી લીધી. એણે આનંદના એક પરમ સ્નેહી અને હિતેષી તરીકે આનંદને કહ્યું :
“આપના રાજ્યાભિષેકની તૈયારીઓ મને પ્રપંચરૂપ લાગે છે. આપને ભુલાવવા માટે જ આ તરકીબ યોજાઈ છે. બાકી, જેણે સત્તાનો એકવાર આસ્વાદ લીધો હોય, સત્તાનો મદ જેના રૂંવે રૂંવે પ્રસરી ગયો હોય, તે શું પ્રાણ જતાં સુધી પણ રાજીખુશીથી એનો પરિત્યાગ કરી શકે ? ભલેને એ સગો ભાઈ કે સગો બાપ થતો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org