________________
પ૬
વેરનો વિપાક વિરાગની વાત જવા દઈએ. પણ એક વયોવૃદ્ધ પિતા પોતાના અધિકાર અને વૈભવને વળગીને પડ્યો રહે ત્યાં સુધી યુવાન પુત્રને તો એમ જ લાગે કે આ ડોસો એક અંતરાયરૂપ છે, એ વચ્ચેથી ખસી જાય તો સારું. સામાન્ય સંસારીના જીવનમાં એ નિયમ નહિ હોય, પણ આ ખટપટથી ભરેલા રાજતંત્રમાં તો મોટે ભાગે પુત્રને પિતા યોગ્ય અધિકારોથી વંચિત રાખનારો જ લાગે છે. પછી એ કુસંગતે ચડે છે.”
આ જ વાત કુંવરના જન્મ પ્રસંગે મહારાજાએ કહેલી, તે હજી રાણી ભૂલી નહોતી. કુંવરના હાથે પિતાનું કંઈ અનિષ્ટ થાય તે પહેલાં એ છૂટા થઈ જાય એમાં કંઈ ખોટું નથી, એમ રાણીને સમજાયું.
“જુઓ, આજથી પાંચમા દિવસે એનો રાજ્યાભિષેક કરવાની તૈયારીઓ કરી રહ્યો છું. મૃત્તિકાના પિંડ, દહી, સરસવ, ચામર, ગોરોચન, સિંહનું ચર્મ, શ્વેત છત્ર, પુષ્પો અને ભદ્રાસન જેવી માંગલિક વસ્તુઓ તૈયાર રાખવા મંત્રીને કહી રાખ્યું છે. આ કંઈ મોઢાની માત્ર વાતો જ નથી, ખરેખર રાજ્યાભિષેકની તૈયારીઓ ચાલી રહી છે. એમ કુંવરને પણ લાગવું જોઈએ.” મહારાજાએ એટલું કહીને કુસુમાવલીના મોં તરફ દૃષ્ટિ કરી.
અભિષેક ભલે થાય, પણ એ પછી આપે જંગલનો જ માર્ગ લેવો જોઈએ એમ શા સારુ માની બેઠા છો ? થોડા દિવસ રોકાઈ જાઓ તો ન ચાલે ?” રાણી, નજીક આવેલી આફતને આવતી કાલ ઉપર ધકેલવા માગતી હતી.
“એકવાર પાકો નિર્ણય કરી લીધા પછી પળવારનો ય પ્રમાદ કેમ થાય ? એવા પ્રમાદમાં તો કોણ જાણે જન્મ-મરણના કેટલાયે ચકરાવા થઈ ગયા. પૂરા બળથી એ ભવભવાંતરના બંધનને તોડવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org