________________
ખંડ બીજે
૫૫ મહારાજાએ આછું સ્મિત કરતાં વિચાર્યું કે, આ વિષયી જીવો બિચારા પારમાર્થિક લગનીમાં શું સમજે ?
ખરી વાત તો એ છે કે જ્યારે રાણી કુસુમાવલિ ધીમે પગલે આવીને એમની પાસે ઊભાં રહ્યાં, ત્યારે સિંહ મહારાજ પોતાના પિતાના મહાનિષ્ક્રમણનું જ ચિંતન કરતા હતા. પિતા પુરુષદત્તે અમિતતેજ ગુરુ પાસે, પોતાના સામંતો અને મંત્રીઓ સાથે કેવા અહોભાવથી દીક્ષા લીધેલી, કેવા સંયોગોમાં પોતાની ઉપર આ રાજધુરાનો ભાર આવી પડેલો અને પોતાને એ વખતે કેવું લાગી આવેલું, એ બધી સ્મૃતિઓ જ વાગોળતા હતા.
આજે જ્યારે મહારાજાએ પોતાના જીવન-પલટાની વાત સવિસ્તર કહી ત્યારે રાણીને કંઈ બહુ આશ્ચર્ય ન થયું. માત્ર એટલું જ પૂછયું કે મને કોના આધારે મૂકી જાવ છો ?”
આપણો આનંદકુમાર તો છે ને ? અને આ કંઈ એવું પ્રસ્થાન નથી કે તમને સાથે લેવાય. એ ખાંડાની ધાર ઉપર ચાલવાના ખેલ છે.” એમ કહી રાણીના મનનું થોડું સાંત્વન કર્યું.
માતાને પોતાના પુત્ર ઉપર જ પૂરો વિશ્વાસ નહોતો. આનંદ અલબત્ત માતાનું માન-સન્માન રાખે છે, બનતા લગી એને દુભવતો નથી, પણ માતા જાણે છે કે આનંદને હમણાં હમણાં કુસંગનો કાળો રંગ લાગવા માંડ્યો છે.
પણ રાણી અત્યારે એ વાત ઉચ્ચારીને પતિદેવને નારાજ કરવા તૈયાર નહોતી. જેમણે સંસાર છોડવાનો નિશ્ચય જ કર્યો છે, તેમને આવી નકામી વાતો સંભળાવી શા સારુ સંતાપવા ?
બંને જણાં ક્યાંય સુધી મૌન બેસી રહ્યાં. આખરે સિંહ મહારાજાએ જ કહ્યું :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org