________________
૫૩
ખંડ બીજો “મહારાજ ! દુર્મતિ રાજા આપને મળવા માગે છે.”
કોણ ? દુર્મતિ પોતે ?” મહારાજાને અને મંત્રીને પણ નવાઈ લાગી. “ગઈકાલ સુધી દુશ્મનાવટને વળગી રહેલો શત્રુ શું સંધિ કરવા આવ્યો હશે ?” મહારાજાના મનમાં તર્ક-વિતર્કની તરંગમાળા ચાલી. થોડી વારે કહ્યું :
‘‘આવવા દો.” કર્મચારી દુર્મતિને લઈને અંદર આવ્યો. દુર્મતિ પાસે એ વખતે ક્ષત્રિયને ઉચિત એવું કોઈ શસ્ત્ર નહોતું, હાથમાં માત્ર એક કુહાડી હતી.
આવતાંની સાથે જ તે મહારાજાના પગમાં આળોટી પડ્યો. આવા પ્રબળ પરાક્રમી અને છતાં સાધુપ્રકૃતિના મોટા મહારાજા સામે નિષ્કારણ તોફાન કરવા બદલ ભારે પશ્ચાત્તાપ દાખવતો હોય તેવો અભિનય કર્યો. બોલ્યો :
“મને જીવતો રાખવો કે ગરદન મારવો તે હવે આપના હાથમાં છે. ગરદન મારવો હોય તો આ કુહાડી પણ લેતો આવ્યો છું. આપને ઠીક લાગે તેમ કરો.”
સિંહ મહારાજા, ઘડી પહેલાં, કાળની કરુણ લીલાની વાત જ ચર્ચા રહ્યા હતા. અત્યારે એમના અંતરમાં નવું ઔદાસીન્ય, સંસારની ક્ષણભંગુરતા ઉભરાતી હતી. પોતે કોઈના કાળ બને, કોઈના પ્રાણ હરે, એ અત્યારે અસંભવિત હતું. મહારાજાએ દુર્મતિને અભયદાન આપી છૂટો મૂકી દીધો. વગર યુદ્ધ મહારાજાનો વિજય વર્યો. સૈનિકો, જેમના હાથ સળવળતા હતા, ગામ લૂંટવા આતુર બનીને બેઠા હતા, તે નિરાશ થઈ ગયા. એમને આ સાવ સસ્તો વિજય ન ગમ્યો.
રાજધાનીમાં આવી મહારાજાએ ચાર-પાંચ દિવસની અંદર જ નિવૃત્ત થવાનો સંકલ્પ કરી વાળ્યો. અજગર અને દેડકાવાળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org