________________
ખાંડ બીજો
૫૧ અહીં સુધી શું કામ ઘસડી લાવ્યા ? કાલે સવારે કહેશે કે કોઈ સૈનિકે લૂંટફાટ ન કરવી, કોઈને હાથ સરખો પણ ન લગાડવો. આ તે કંઈ યુદ્ધ લડવા નીકળ્યા છે કે તીર્થયાત્રાએ ? સૈનિકો અહીં ઉન્મત્ત ન બને, દુશ્મનોને જખમી કરી હાથ ન હારે અને સોનું, રૂપું જે કંઈ મળ્યું તે ઘર ભેગું ન કરે તો શું જોગીબાવાની જેમ સમાધિ લગાવીને બેસી જાય ? આ કરતાં તો કુમાર મોવડી થયા હોત તો ઠીક થાત. ગમે તેમ પણ સિંહ મહારાજાનું લોહી ઊતરતું તો ખરું જ ને ?
મહારાજા સિંહ યુદ્ધકુશળ ગણાય છે, પણ એમનો યુદ્ધનો શોખ હવે ઓગળી ગયો છે. રાજ્યની સીમાનો વિસ્તાર કરવાની પણ કોઈ લાલસા એમના અંતરને નથી બાળતી, તેમ પોતાના બળનો ડંકો વગડાવવાનો મિજાજ પણ નથી રાખતા.
છતાં મહારાજાને આજે યુદ્ધમાં ઊતરવાની જરૂર પડી છે. બબ્બેવાર જયારે પોતાનું સૈન્ય પરાજિત બનીને પાછું આવ્યું ત્યારે એમનું ક્ષત્રિય લોહી ઊકળી ઊઠ્યું. સીમાડા ઉપરનો એક નાનો મંડલેશ જો આવો ઉદ્ધત અને શક્તિશાળી બને તો સિંહ મહારાજાનું ક્ષત્રિયત્ન શું કામનું ? એ પ્રજાના પાલનહાર શાના ? એમણે પોતે તો વેર-ઝેરનું કોઈ કારણ નહોતું આપ્યું.
યુદ્ધની ભૂમિ ઉપર મહારાજા પહોંચ્યા અને આવતી કાલે તો દુશ્મનનો સામનો કરવાની બધી તૈયારી થઈ ચૂકી હતી, એટલામાં એકાએક મહારાજા સાવ ઉદાસીન બનીને બેસી ગયા.
બન્યું એવું કે મહારાજા છાવણીમાં ફરીને પાછા વળતા હતા એવામાં એમણે એક વિચિત્ર દશ્ય જોયું.
એક કાળો નાગ, દેડકાને ગળવા ફેણ પછાડતો હતો અને બીજી તરફ નાગને ભરખી જવા ટીંટોડો વળગ્યો હતો અને ત્રીજી તરફ ટીંડોડાને એક અજગર આસાનીથી ઓહીયા કરવા મથતો હતો. સાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org