________________
વેરનો વિપાક ઘટનાએ સંસારચક્રની ક્રૂરતા અને કરુણતાનું એમને જે ભાન કરાવ્યું હતું, તેમાં કોઈ પરમસૌભાગ્યનો સંકેત હોય એમ લાગ્યું.
મંત્રીને બોલાવીને કહ્યું : “હવે હું છૂટો થવા માગું છું, ધર્મકાર્ય સિવાયની કોઈ પ્રવૃત્તિમાં મને રસ નથી. યુવરાજ આનંદકુમારના રાજ્યાભિષેકની તૈયારી કરો.”
જ એક લાશ જજ કરાવ્યું
હ ત
મ
જ્યાભિ,
(૩)
મહારાજાએ નિવૃત્ત થવાની અને બાકીનું જીવન આત્મહિત સાધનામાં વીતાવવાની વાત અંતઃપુરમાં રાણીને પણ કરી. રાણી છેલ્લા કેટલાક દિવસથી મહારાજાના મોં ઉપર રેલાયેલો વિષાદ નિરીક્ષણ કરતી હતી. એમને બીજો તો શું તર્ક આવે ? અંતઃપુરની ચાર દીવાલો વચ્ચે વસનાર અને પરિચારિકાઓ જે સારી-નરસી વાતો લાવે, તેને જ સમસ્ત સંસારનો ઇતિહાસ સમજનાર, આ નારી ગતિશીલ જીવનમાં આવતા આકસ્મિક પલટાઓને શી રીતે સમજે ? કદાચ સમજે તો પણ એનું મૂલ્યાંકન તો પોતાની રીતે જ કરે. એ દૃષ્ટિએ રાણીએ માનેલું કે મહારાજાને હવે પોતાની લગ્નગ્રંથીથી જોડાયેલી સહધર્મિણી વિશે ઉપેક્ષા અને ઔદાસીન્ય આવ્યાં છે, તેથી જ એમને હવે આ મહેલ અને આ સગા-સંબંધીઓ આંખના પાટા જેવાં આકરાં થઈ પડ્યાં છે.
એકવાર તો રાણીએ, ન રહેવાયું એટલે ટકોર પણ કરેલી કે હમણાં આટલા વ્યગ્ર અને ચિંતાગ્રસ્ત દેખાઓ છો અને એકાંત મળતાં જ વિચારમાં ઊંડા ઊતરી જાઓ છો, તે એવું તે શું બન્યું છે? મને જોતાં જ સૌહાર્દ બતાવનાર તમે, પાસે આવીને ઊભી રહું છું તો પણ જાણે કે જોતા કે સાંભળતા જ નથી. કોઈ મનોરમાએ તમારી ઉપર કામણ તો નથી કર્યું ને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org