________________
વેરનો વિપાક
સંસારની મિથ્યા આળ-પંપાળમાંથી જેમની વૃત્તિ ઉપશમ પામી છે, અંતર્મુખ બની છે, એમને છેતરવા, છેતરીને બંદીવાન બનાવવા અને તેમાંય બહારના કોઈ દુશ્મનના હાથે નહિ, પણ પોતાના જ સંતાન જેવા આત્મીયથી; એ બહુ કઠિન વાત નથી. દગાથી ફસાવવા એ તો છેલ્લામાં છેલ્લી હદની કાપુરુષતા છે. " આનંદકુમારે એ જ અધમ શસ્ત્રનો ઉપયોગ કર્યો. સિંહ મહારાજા જેવા પોતાના પુત્રને બોલાવવા એના આવાસમાં પધાર્યા કે તરત જ તેના માણસોએ એકાએક ધસી આવી, તેને બંદીવાન બનાવી દીધો. પોતાના જ પુત્રના હાથે આવું નીચ કૃત્ય થતું જોવા છતાં મહારાજાએ તો ઉપશમનું જ અવલંબન લીધું. એમને હવે જીવન પ્રત્યે કે ભોગ-ઉપભોગ પ્રત્યે મોહ-મમતા ન હતી.
આનંદે જેમની જેમની ઉપર પિતાના પક્ષના હોવાની શંકાસરખી ગઈ તેમને સહુને તેણે કારાગારમાં પૂર્યા.
આનંદની માતા કુસુમાવેલીએ જ્યારે પુત્રનું આ અધમ આચરણ સાંભળ્યું, ત્યારે તે મૂચ્છિત બની ગઈ એને પોતાનાં સ્વપ્ર અને દોહદ યાદ આવ્યાં. જે પુત્રનો જન્મતાં જ પરિત્યાગ કરવા તૈયાર થઈ હતી, માત્ર મહારાજાના આગ્રહથી જેનું પાલન-પોષણ કર્યું હતું, તેના જ હાથથી આ અપકૃત્ય થયું છે, જાણી એને અપાર વ્યથા ઉપજી. મહારાજાના સ્થિતપ્રજ્ઞની વાણી જેવા શબ્દો એ હજી નહોતી ભૂલી. સગો પુત્ર જો ઊઠીને પિતાનો ઘાત કરવા ઈચ્છે તો એમાં એ પુત્રનો જેટલો નહિ તેટલો પૂર્વકર્મનો દોષ છે. વેરનો જ વિપાક છે, એમ સમજી ધૈર્યથી સહન કરવામાં જ ખરું કલ્યાણ છે.
કુસુમાવલીએ પુત્ર-આનંદની પાસે જઈ ઘણી વિનવણી કરી જોઈ, પણ તે નિરર્થક ગઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org