________________
ખંડ ત્રીજી
૬૩
પુત્ર પોતે પણ જાણે છે કે જાલિની પોતાની સગી માતા હોવા છતાં એના સ્નેહથી પોતે વંચિત છે. એટલું જ નહિ, પણ જે પુત્રને જોઈને એની આંખ ઠરવી જોઈએ, વાત્સલ્ય ઉભરાવું જોઈએ તેને બદલે પુત્ર શિખીને જોતાં જ એની આંખોમાં ક્રોધનો અગ્નિ ભભૂકે છે, હૃદયમાં ધગમગતું તેલ રેડાય છે.
શિખીએ કદી કોઈ દોષ નથી કર્યો. ઘરમાં એ બની શકે એટલા વિનય અને નમ્રતાથી રહે છે, પણ પૂર્વના કોઈ કર્મવિપાકને લીધે તે માતાને રાજી રાખી શકતો નથી. પોતે માતાની આંખમાં કણાની જેમ ખૂંચે છે, એમ એણે એક વાર નહિ, હજાર વાર અનુભવ્યું છે. બીજો કોઈ હોય તો આ અહોનિશ બળતા ઘરમાંથી બહાર નીકળી જાય. શિખીથી એમ બની શકતું નથી. હૈયાદૂબળો છે માટે નીકળી શકતો નહિ હોય એમ પણ નથી. માતા જેટલી કઠોર અને નિર્મમ લાગે છે, તેટલા જ પિતા એને મૃદુ અને હેતાળ લાગે છે. પિતાના કૂમળા દિલને આઘાત થશે, એ બીકે શિખી ઘર છોડવાનું સાહસ કરી શકતો નથી.
શિખી એવો નમણો અને નિર્દોષ છે કે વિશ્વની કોઈપણ માતા શિખીની જનેતાના અહોભાગ્યની ઈર્ષ્યા કરે. શિખીને જોતાં જ કોઈપણ માતૃહૃદય ઉમળકો અનુભવે. એક માત્ર શિખીની જનેતા જ એમાં અપવાદરૂપ છે. દેવના દુવિપાકની આ છેલ્લી સીમા જ ગણાય. 'બ્રહ્મદત્ત અને જાલિની બંને કુલીન વંશનાં છે. એટલે કોઈ કુળ સંસ્કારે આવું વૈષમ્ય ઊભું કર્યું હશે, એમ ન કહેવાય. બંનેના પિતા કોશ નગરના લોકપ્રિય મંત્રીઓ છે. બ્રહ્મદત્ત અને જાલિની વચ્ચે પણ પ્રેમ કે મમતાનો અભાવ નથી. સંસારના ઘણા ઘણા પ્રસંગોમાં બંને એકમત છે. માત્ર શિખીની વાત નીકળે છે ત્યારે જાલિની, વ્યાદ્મિનીનો મિજાજ દાખવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org