________________
ખંડ પહેલો
૨૧ અગ્નિશર્માને કેવી દાઝ ચડી હશે ? આ જ ગુણસેન એકવાર અગ્નિશર્માને પજવવામાં આનંદ માનતો, આજે જ્યારે અગ્નિશર્મા તપસ્વીની નામના મેળવી ચૂક્યો છે, ત્યારે પણ એને પજવવાની આ યુક્તિ એણે અંગીકાર નહિ કરી હોય ?
ગુણસેન પ્રત્યે વહેતા આક્રોશના પ્રવાહને પાછો વાળવાનોઅવગણનાનો કડવો ઘૂંટડો ગળી જવાનો અગ્નિશર્માએ પ્રયત્ન તો ઘણો કર્યો. પણ ભૂખની કારમી વ્યથાનો જેને થોડો પણ અનુભવ છે, તે સમજી શકશે કે એમાં અગ્નિશર્માને જેવી જોઈએ તેવી સફળતા ન લાધે તો એમાં એનો દોષ નથી.
“ખરેખર, ગુણસેનની નીચ-કૌતુકી વૃત્તિ હજી નહિ ગઈ હોય.” આવા જ વિચારમાં તપસ્વી બેઠા હતા. આસપાસ સર્વત્ર ગ્લાનિનું વાતાવરણ છવાયું હતું. એટલામાં ગુણસેનની સવારી દૂરથી આવતી દેખાઈ
ગુણસને આવતાંની સાથે જ તપસ્વીના પગમાં માથું નમાવ્યું. પોતે માથાની વેદનાથી અસ્વસ્થ હોવાથી તપસ્વીનો સત્કાર કરી શક્યા નહિ, એમ કહીને પોતાનો ઊંડો ખેદ વ્યક્ત કર્યો. ગુણસેનના ખેદ કે પશ્ચાત્તાપથી તપસ્વીની મહિનાની ભૂખ શમે એમ નહોતું, તેમ બીજા મહિનાના ઉપવાસનો નિશ્ચય પણ ડગે એવો સંભવ નહોતો. છતાં એ ખેદ અને એ પશ્ચાત્તાપે અન્નના આહાર કરતાં પણ વધુ ઊંડી તૃપ્તિ પ્રેરી. શર્માને થયું કે : “ગુણસને જાણીબૂઝીને, કૌતુક કરવાની ખાતર પોતાને પાછો નથી વાળ્યો. વિષમ સંયોગો જ આ પરિસ્થિતિને માટે જવાબદાર છે અને તપસ્વી જો આવા અણધાર્યા ઉત્પાતોનો સામનો કરવાનું સામર્થ્ય ન બતાવે તો આ દેહદમનનો શું અર્થ છે ?”
એકલા અગ્નિશર્માને જ નહિ, સમસ્ત આશ્રમવાસીઓને ખાતરી થઈ કે શર્માના ઉપરાઉપરી બીજા મહિનાના ઉપવાસમાં ગુણસેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org