________________
૩૨
વેરનો વિપાક
તપસ્વી પાછા ફરે એવું કોઈ ચિહ્ન ન દેખાયું, એટલે ગદ્ગદ્ સ્વરે ગુણસને યાચના કરી :
ખરેખર મારાં દુર્ભાગ્ય છે કે મારા મહેલના આંગણે આપના ચરણની રજ પડવા છતાં હું આપને આહાર આપી શક્યો નથી. હવે વધુ આગ્રહ કરવાની હિંમત નથી ચાલતી, પણ જો આ મહિનાના ઉપવાસને અંતે મારે ત્યાં પધારો તો હું મારું સઘળું દુર્ભાગ્ય ધોવાઈ ગયું માનીશ.”
અગ્નિશર્માએ સરળ ભાવે એ વિનંતી સ્વીકારી લીધી.
(૮)
ત્રીજો મહિનો તપસ્વીને માટે અગ્નિપરીક્ષા કરતાં પણ અનેકગણો આકરો હતો. હાડકાં સુધ્ધાં અંદરથી ખળભળી ઊઠ્યાં હતાં. આશ્રમવાસીઓએ તો શર્માના જીવનની આશા તજી જ દીધી હતી. કોણ જાણે કેમ, કઈ શ્રદ્ધાની શક્તિથી પણ શર્માનો ક્ષીણ-અતિ ક્ષીણ જીવનદીપક ભારે સૂસવાતા વાયરા વચ્ચે પણ અણબુઝાયો રહ્યો.
હવે ગુણસેનના આગ્રહને જતો કરે અને કોઈ સામાન્ય નાગરિકને ત્યાંથી ભિક્ષા લેવાનું રાખે તો ઠીક, એમ આશ્રમવાસીઓ માનતા અને અગ્નિશર્માને કાને પણ એ વાત ગઈ. ઉગ્ર તપશ્ચર્યા કરનારના નિશ્ચય પણ એટલા જ દઢ હોય. આ વખતે પણ ગુણસેનના મહેલેથી જ જે કંઈ આહાર મળે તે લેવાનો આગ્રહ ન છોડ્યો. ગુણસેનને આપેલું વચન તો પળાવું જ જોઈએ.
બીજી રીતે જોતાં ગુણસેનની ભક્તિ અને શ્રદ્ધા માટે તપસ્વીના દિલમાં લવલેશ પણ આશંકા ન હતી. છેલ્લે જયારે ઘોડે ચડીને, યુદ્ધમાં જતાં પહેલાં મળેલો ત્યારે એની યાચનામાં જે આત્મગ્લાનિ તરવરતી હતી તે તપસ્વીએ પોતે નિહાળી હતી. પ્રથમનો ગુણસેન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org