________________
ખંડ પહેલો
૪૩
(૧૦) જ્ઞાનનું અજીર્ણ અભિમાન અને તપનું અજીર્ણ ક્રોધ. અગ્નિશર્મા તપના અજીર્ણનો ભોગ બન્યો. તપનો પ્રભાવ છેક નિષ્ફળ તો કેમ જાય ? એ વિદ્યુકુમાર દેવ થયો. પણ દેવત્વમાં એને શાંતિ ન લાધી. એને તો પોતાની વેરવૃત્તિ કોઈ રીતે સંતોષવી હતી.
ગુણસેનને પોતાની પ્રમાદવશ થયેલી સ્કૂલનાનું સ્થાન હતું. રાજ્યની ફરજો તો બજાવે છે, પણ અગ્નિશર્માને જે અન્યાય થયો હતો તેનું વિસ્મરણ થઈ શકતું નથી. એકલો બેઠો હોય ત્યારે એ ઉદાસ બની જાય છે. અન્યાય જાણે કે વીંછીના ડંખની જેમ બેચેન બનાવી દે છે. આ બધું કેમ બની ગયું, કયા નિયમને આધારે, કયા મહાસૂત્રને અવલંબીને ઘટમાળ બનતી હશે, તેનો તે વિચાર કરે છે. પણ કંઈ ઘડ બેસતી નથી.
એટલામાં એને એક જ્ઞાની પુરુષનો સમાગમ થયો. એ જ્ઞાનીએ કર્મની વિચિત્રતાની જે વાતો કહી, તે સાંભળીને તેને થયું કે એનું બુદ્ધિનું અભિમાન મિથ્યા હતું. સત્તા અને વૈભવ પણ એને તુચ્છવતું લાગવા માંડ્યાં. અજ્ઞાનવશ પોતે રોજ કોણ જાણે આવી તો કેટલીયે ભૂલો કરી નાખતો હશે.
મારો જ એક મિત્ર, જે મને બહુ પ્રિય હતો, આંગળીથી નખ વેગળો રહી શકે નહિ, તેમ હું એ મિત્ર વિના રહી શકતો નહિ. તે મિત્ર મૃત્યુ પામ્યો. હું ગાંડા જેવો બની ગયો. મારા બળાપાને કોઈ શમાવી શક્યું નહિ, એટલામાં મને એક સંત મળી ગયા. તેમણે જ મને કહેલું કે તારો મિત્ર તો ધોબીને ત્યાં કૂતરો થઈને જનમ્યો છે અને ત્યાં એ ધોબીના ગધેડાની લાતો ખાઈને માંડમાંડ દિવસો ગાળે છે.”
ગુણસેનને એ પ્રમાણે જ્ઞાની પુરુષ પોતાના વૈરાગ્યના બીજની વાત કહેતા હતા. ગુણસેન વચ્ચે જ બોલી ઊઠ્યો :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org