________________
ખંડ પહેલો
૩૦ તો નથી રહી ગયું ને, એ તારે પોતાને જ આજે જોવાનું છે. તારી મહામૂલી મૂડી એળે ન જાય, તારી સાધના તને ઉન્માર્ગે ન ઘસડી જાય એની સંભાળ તો તારે પોતે જ લેવાની છે.”
પણ આજે એ ઉપદેશને માટે અવકાશ નહોતો રહ્યો. બીજા દિવસોમાં આચાર્યે આવી તાત્ત્વિક વાતો કહી હોત તો તે એનો આદર કરત. ઉપદેશને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરત, પણ હવે તો બહુ મોડું થઈ ગયું હતું. અગ્લિશર્માએ વેરના ઉંધા માર્ગે પોતાનું પ્રયાણ શરૂ કરી દીધું હતું. ગુણસેનને કોઈ પણ રીતે અધ:પાતને તળિયે પછાડવાનો એણે નિર્ણય કરી લીધો હતો.
બીજાને અધોગતિ કે પ્રગતિના માર્ગે દોરતા પહેલાં પોતાને જ એ માર્ગના અગ્રણી બનવું પડે છે. ગુણસેનને સર્વનાશની ગર્તામાં ઢસડી જવા માગનાર અગ્નિશર્મા પોતે જ એમાં પહેલો ગબડી પડવાનો એનું એને ભાન ન રહ્યું.
અગ્નિશર્માએ આચાર્યને જે જવાબ આપ્યો, તેથી આચાર્ય પણ હતાશ બની ગયા, કહ્યું :
હું હવે એ ગુણસેનનું મોં પણ જોવા નથી માગતો. એ મારો આજનો વેરી નથી. હું માનતો હતો કે એ વેર ભૂલી ગયો હશે. મારો સત્કાર કરવા તૈયાર થયો હશે, પણ એણે મને ત્રણ વખત આમંત્રીને જે અપમાન કર્યું છે, તેનો બદલો લીધા વિના નહિ રહું. વેરનું કમંડળ છલકાઈ ગયું છે. સહનશીલતાની પણ હદ હોય છે. મેં પણ આપે કહ્યું, તેમ શાંતિ અને ક્ષમાની ઉપાસના કરી જોઈ. મને એમાંથી વેરનું ઝેર જ હાથમાં આવ્યું છે. એ ઝેર હું ખુશીથી પી જઈશ, હું ખુવાર થઈશ તો ભલે, પણ એકવાર તો ગુણસેનને બતાવી દઈશ. આ ભવમાં નહિ તો બીજા ભવમાં પણ હું એને નહિ છોડું. મારે હવે ગુમાવવા જેવું જ શું છે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org