________________
ખંડ પહેલો
૩૩
ભલે ક્રીડાપ્રિય હોય, ભલે ભારે ત્રાસ આપ્યો હોય, પણ શ્વસુરમાં આવીને રાજકાજ સંભાળતો ગુણસેન તો જુદો જ હતો, એનો હૃદયપલટો થઈ ચૂક્યો હતો.
ત્રીજા મહિનાના છેલ્લા દિવસો ખરેખર કટોકટીના હતા. ગુણસેન પણ એ જાણતો હતો અને તપસ્વીના પારણાના દિવસની રાહ જોતો હતો. ગુણસેનની ખાતર ત્રણ ત્રણ મહિનાના ઉપવાસ ખેંચનાર તપસ્વી પોતાના નિશ્ચયમાં એટલા જ અડગ હતા.
પણ સંસાર હંમેશાં સીધી ગતિએ નથી ચાલતો. કેટલીક વાર વહાણ કાંઠે આવવાની તૈયારી હોય, એક-બે પળોનો જે વિલંબ હોય, એટલામાં કોણ જાણે ક્યાંથી કાળાં વાદળ ઘેરાય છે, તોફાની ઝંઝાવાત ફૂંકાય છે અને કાંઠે આવતું નાવ પાછું ધકેલાય છે. માનવીની આશાઓ અને કલ્પનાઓનો ભાંગીને ભુક્કો થઈ જાય છે.
તપસ્વીના સંબંધમાં પણ એવું જ બન્યું. ત્રીજા મહિનાના અંતે ચોથા મહિનાના ઊગતા પ્રભાતે જ ગુણસેનને ત્યાં પુત્રજન્મ થયો. આખું રાજકુટુંબ અને નાગરિકો એવી ધમાલમાં પડી ગયા કે તપસ્વીના પારણાની વાત સાવ જ ભુલાઈ ગઈ. શર્માજી ક્યારે આવીને પાછા વળી ગયા તે કોઈના જાણવામાં જ ન આવ્યું.
અગ્નિશર્માના રોમેરોમમાં ક્રોધ વ્યાપી ગયો. ગુણસેન ભક્તિનો દંભ કરી પોતાના પ્રાણ લેવા માગે છે, એવી એમને પ્રતીતિ થઈ. પુત્રનો જન્મોત્સવ તો એમણે નજરોનજર જોયો હતો. શહેરભરમાં આનંદોલ્લાસના તરંગો ઊછળતા નિહાળ્યા હતા, પણ એવા ઉત્સવમાં ભાન ભૂલનાર રાજવી, તપસ્વીના પારણાનો દિવસ ભૂલી જાય, એ એમને અસંભવિત લાગ્યું. ત્રણ ત્રણ મહિના સુધી ભૂખથી રિબાવનાર અને દરેક વખતે કંઈક ને કંઈક બહાનું કાઢનાર ગુણસેનને પાયમાલ કરવા તરફ એની મનોવૃત્તિ વળી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org