________________
વેરનો વિપાક જેવા વિષયો ઉપર વિજયનો ધ્વજ રોપ્યો. તેઓ જતે દિવસે આત્માની અનંત ઋદ્ધિ-સિદ્ધિઓના ભંડાર અવશ્ય ખોલી નાખે એમ એ સમાજ માનતો. દુન્યવી વૈભવ કરતાં પણ અક્ષય આત્મ-ઋદ્ધિનું અધિકું મૂલ્ય લોકો કંઈક સમજવા લાગ્યા હતા.
અગ્નિશર્મા અને ગુણસેન વસ્તુત: એમના યુગના બે પ્રતિનિધિઓ હતા. એક નીચેના થરના અને બીજા ઊંચા થરના. નીચેના થરના અગ્નિશર્મા પ્રતિનિધિ હતા. તેમની નીચે પણ બીજા કેટલાક થર હતા. કુલ અને જાતિના મદમાંથી આ ઊંચ-નીચના ભેદ જન્મ્યા હતા. એની ઉપર પ્રહારો પડતા, છતાં ઘવાયેલા ક્રૂર પ્રાણીની જેમ ઘડીભર છુપાઈ, પાછા લાગ મળે ત્યારે થાપો મારવાનું ભૂલતા નહિ. ઊંચ-નીચના એકવાર ભેદ પડ્યા, એટલે એનો વિસ્તાર વધતો જ રહે. બ્રાહ્મણો અને ક્ષત્રિયો એકબીજાને ઊંચ-નીચ માનતા, એટલું જ નહિ, પણ અંદર અંદર નાના વર્ગો ઊભા થતા અને એક વર્ગ બીજાને ઊતરતી કોટિનો ગણાવવા મથતો. પ્રાચીન સાહિત્યમાં “બ્રાત્ય' શબ્દનો ઉલ્લેખ મળે છે. ક્ષત્રિયોને બ્રાહ્મણો વાત્યો કહી અવગણતા અને બ્રાહ્મણોને બીજાઓ ભિક્ષુક કુળના કહી તિરસ્કારતા. વાત્યો અસભ્ય અને અસંસ્કારી ગણાતા હોવાથી જ્યાં વ્રાત્યો મોટી સંખ્યામાં રહેતા હોય તે ભૂમિમાં પગ મૂકવાથી પણ પાપ લાગે એમ મનાતું.
આવા ભેદભાવો અને નાનાં નાનાં વર્તુળોમાં પણ જ્યારે કોઈ જ્ઞાની, તપસ્વી, પુરુષાર્થીના પરચા મળતા ત્યારે પેલી કૃત્રિમ ભેદરેખાઓ આપોઆપ ભૂંસાઈ જતી. શક્તિશાળીને સૌ શિરોધાર્ય માનતા.
અગ્નિશર્મા ભિક્ષુક કુળનો હતો. છતાં પોતાની કઠોર તપશ્ચર્યા અને દેહદમનને લીધે લોકપૂજ્ય બન્યો હતો. અગ્નિશર્માએ બ્રાહ્મણ કુળને માથે ગૌરવનો ચમકતો મુગુટ મૂક્યો હતો. જે કુળમાં આવા તપસ્વીઓ પેદા થાય, તે કુળને કેવળ ભિક્ષુક ન કહી શકાય - એની
* *
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org