________________
ખંડ પહેલો
રૂપ
પરંતુ ગુણસેનના આગમન અને તેની ક્ષમાયાચના સાથે જ પેલી પરિતૃપ્તિનો અમૃત પ્રવાહ અંગેઅંગમાં ફરી વળ્યો. પછી તો અનાહાર એ જ જાણે કે પોતાનો સ્વભાવ હોય, આહાર, ભિક્ષા, એ ઉપાધિ હોય, એક ઉપાધિની સાથે નિદ્રા, તંદ્રા, આલસ્ય જેવી વિકૃતિઓની આખી સેના દેહ અને અંતરને પરવશ બનાવતી હોય એમ એમને લાગવા માંડ્યું.
બબ્બે, ત્રણત્રણ મહિનાના ઉપવાસ આદરતા આ તાપસોએ ભૂખ, તરસ એ કઠોર, નિર્મમ વસ્તુ છે, એ પ્રકારની જનહૃદય ઉપર પડેલી છાપ ભૂંસી નાંખી હતી. ભૂખ્યો માણસ ગમે તેવા દુરાચાર આચરી શકે, ભૂખના દુ:ખ કરતાં ચડે એવું બીજું એક ભયંકર કષ્ટ નથી, એમ કહેવાતું. પણ આ તપસ્વીઓએ ભૂખ, તરસનું દમન કરી, સંયમમાં રહેલી પ્રભુતાની લોકોને ઝાંખી કરાવી હતી. બીજી રીતે ભોગોપભોગ અને ઐશ્વર્યમાં રચીપચી રહેતી, જીવનની એ જ સાધના હોય એમ માનવા લાગેલી જનતાને ત્યાગ, સંયમના જ્વલંત ઐશ્વર્યનો મહિમા પણ જેવો તેવો નથી એમ તેમણે ઠસાવ્યું હતું. ભૂખ, તરસ, સંતાપ વગેરે સંસારની કઠોરતાઓ છે, વાસ્તવતાઓ છે અને કાચોપોચો માણસ એના જુલમથી થરથરી ઊઠે છે. પરંતુ એને પણ અંકુશમાં આણી શકાય છે અને એવા સંયમમાર્ગનો પથિક સંસારનો મહારથી બને છે એમ પણ આ તપસ્વીઓએ લોકોના દિલમાં ઉતાર્યું હતું. એટલે જ શહેરથી દૂર આવેલા આ આશ્રમના તપસ્વીઓનાં દર્શન કરવા યથાશક્તિ એમની સેવા-સુશ્રુષા કરવા નાગરિકોના સમૂહ અવારનવાર આવી ચડતા. સુધા ઉપર વિજય વર્તાવનાર, દેહને અને દેહની વાસનાઓને પાળેલા પશુની જેમ વશમાં રાખનાર આ અગ્નિશર્મા પ્રત્યે સૌ ભક્તિભાવ દર્શાવતા.
જનસમાજ આ તાપસોને ભૂખ વેઠનારા કહી એમની ઉપેક્ષા નહોતો કરતો. એનું એક બીજું કારણ પણ હતું. જેમણે ગાંડા હાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org