________________
ખંડ પહેલો
૧૯ કુંવરને હવે કોઈ બોલાવશો મા! રાત્રે બરાબર ઊંધ નથી આવી, તેથી એમને સખત માથાની વેદના ઉપડી છે. જરા આરામ લેશે એટલે સ્વસ્થ થઈ જશે. ચિંતા કરવાની જરૂર નથી.”
પરિચારિકાએ એ શબ્દો સાંભળ્યા અને કુંવર પણ પડખું વાળીને સૂઈ ગયા. ખરેખર આજ સવારથી એ બેચેન હતા, માથાના દુ:ખાવાને લીધે એ કોઈની સાથે પૂરી વાત પણ કરી શકતા નહિ. વૈદ્યો અને મંત્રવાદીઓએ આવીને થોડા ઉપચાર કર્યા, પરંતુ દર્દનો વધતો જતો વેગ રોકી શકાયો નહિ. આખરે રાજવૈધે એમને આરામ આપવાની વ્યવસ્થા કરી. પરિચારિકા તપસ્વી વિશે બોલવા જતી હતી, પણ એના શબ્દો મોંમાં જ રહી ગયા. એને થયું કે થોડી હિંમત કરવાથી – તપસ્વીના આગમનની વાત કહી નાખવાથી થોડી નારાજી વહોરવી પડશે, પરંતુ મહિના-મહિનાના ઉપવાસ ખેંચતા તપસ્વીના જીવનની રક્ષા તો થઈ શકશે. પરંતુ એ પોતાના નિશ્ચયનો અમલ કરી શકી નહિ.
એ જ દાસીએ, ધીમે પગલે આવીને તપસ્વીને અતિ ખિન્ન સ્વરોમાં કહ્યું : “ગુણસેન મહારાજને અત્યારે કોઈ મળી શકે એમ નથી. એમને માથામાં સખત દર્દ ઊપડ્યું છે.”
વધુ વાત સાંભળવાની કે ચર્ચા કરવાની તપસ્વીને જરૂર નહોતી. એ તો જેવા ઉત્સાહથી નગરમાં આવ્યા હતા, તેટલા જ વિષાદભરપૂર હૈયે પોતાના આશ્રમમાં પાછા ફર્યા.
આશ્રમમાં મોટો ધરતીકંપ થયો હોત, હજારો આમ્રવૃક્ષો ઊથલી પડ્યાં હોત અને ઘાસની ઝૂંપડીઓ ઉંધી વળી ગઈ હોત તો પણ આશ્રમવાસીઓને એટલો આઘાત કે આશ્ચર્ય ન થાત. પણ જ્યારે એમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org