________________
૧૪
વેરનો વિપાક
મહિનામાં હજી પાંચ દિવસ બાકી હતા. પચીસ-પચીસ દિવસના ઉપવાસ ખેંચવા છતાં અગ્નિશર્માને પોતાના પારણાને માટે જાણે કે કશો જ રસ નહોતો. ક્યારે ઉપવાસની મુદત પૂરી થાય અને આહાર પામું, એવી કોઈ તાલાવેલી એમના શબ્દોમાં દેખાતી નહોતી.
ગુણસેને કહ્યું : “આ વખતે તો મારા રાજમહેલે જ આપ પધારો અને ભિક્ષા-સામગ્રી સ્વીકારો એવી મારી વિનંતી છે.”
અગ્નિશર્માને એ સામે મુદલ વિરોધ નહોતો. મહારાજાના પુત્ર જેવો એનો જમાઈ જયાં આટલા આગ્રહપૂર્વક વિનંતી કરે ત્યાં એનો અનાદર પણ કેમ થાય ? છતાં અગ્નિશર્માએ કહ્યું : “બે ઘડી પછી શું થશે તે કોઈ નથી જાણતું. પાંચ પાંચ દિવસ અગાઉથી વચન આપી દેવું, એ અમારા આચારને અનુકૂળ નથી. તમારી વિનંતી હું જરૂર લક્ષમાં રાખીશ.”
રાજકુમારની વિનંતી, તાપસની મર્યાદાને શોભે એવી રીતે સ્વીકારવા બદલ આચાર્ય કૌડિન્ય પણ અગ્નિશર્માની મનમાં ને મનમાં પ્રશંસા કરી. શર્મા એકલા સૂકા તપસ્વી જ નથી, પોતાની મર્યાદાઓ વિશે પણ સાવધ અને જાગૃત છે, એમ જોઈ આચાર્યને ઊંડો સંતોષ થયો.
ગુણસેન પણ આશ્રમ નિહાળી, પોતાના મહેલ તરફ રવાના થયો. સવારે જે ગુણસેન હતો તે અત્યારે સાંજે બદલાઈ ગયો હતો.
(૪)
પચીસ પચીસ દિવસથી ભૂખની સામે ઝૂઝતા તપસ્વીના છેલ્લા પાંચ દિવસ પણ વીતી ગયા. એ પાંચ દિવસની પ્રત્યેક પળ કેટલી વિષમ અને વિકટ હશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org