________________
૧૨
૧૨
વેરનો વિપાક કુલપતિએ ઉમેર્યું : “આજે આ તપસ્વીની કોટિમાં મૂકી શકાય એવો કોઈ પુરુષ મારી જાણમાં નથી. એમને અહીં આવ્યાને બહુ સમય નથી વીત્યો, પણ થોડા જ સમયમાં એની સરળ-શાંત પ્રકૃતિએ અને સૌથી વધુ તો એમની દેહદમનની ઉગ્રતાએ અમને સૌને મંત્રમુગ્ધ કરી દીધા છે.”
અગ્નિશર્મા તો હજી હજારો આમ્રવૃક્ષોની ઘેરી ઘટા વચ્ચે ધ્યાનસ્થ બેઠા હતા. આચાર્ય કૌડિન્યનો કંઠસ્વર સાંભળી એમણે આંખ ઉઘાડી, આગંતુકો સામે જોયું. પ્રથમ દષ્ટિ રાજકુંવર ઉપર જ પડી. કુંવરે પણ એ વિનમ્ર-કરુણા ઝરતી આંખમાંથી વહેતી દિવ્યતા જીવનમાં આ પહેલી જ વાર જોઈ
અગ્નિશર્માએ કુંવરને થોડીવારમાં જ ઓળખી લીધા. સ્મૃતિ બહુ જીર્ણ નહોતી થઈ, તાજી જ હતી. નિશ્ચય કરતાં જરા વાર લાગી, પણ આ ક્ષત્રિયકુમાર પોતાનો પરિચિત ગુણસેન જ છે, એ વિશે એમને મુદલ સંશય ન રહ્યો.
ગુણસને પોતાની ઉપર જે અત્યાચારો કર્યા હતા, તેની સ્મૃતિ વીંછીના ડંખની જેમ એ પરમ તપસ્વીના અંતરને ક્ષણભર વ્યથિત બનાવી ગઈ, પણ એમણે તરત જ પોતાની સંક્ષુબ્ધ વૃત્તિને અંતર્મુખ કરી વાળી.
ક્વચિત ઊઘડતા ઓએમાંથી મૃદુ શબ્દો સર્યા. “મહારાજ ગુણસેન, આપનો મારી ઉપર ઓછો ઉપકાર નથી, આપના પ્રતાપે જ મને તપશ્ચર્યાનો આ રાહ મળ્યો છે.”
ગુણસેન સમજ્યો કે મારા અત્યાચારને પણ આ તપસ્વી ઉપકારરૂપ ઓળખાવે છે. પણ એથી કરીને અત્યાચારોની ક્રૂરતા મટી જતી નથી. તપસ્વી એ ભૂલી શક્યા નથી અને વસ્તુતઃ પોતાના અપમાન-હડહડતી અવગણના કયો માનવી ભૂલી શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org