________________
વેરનો વિપાક
તો તેને પૂરેપૂરો અજમાવી લેવો, એવી એણે પોતાના મનમાં પાકી ગાંઠ વાળી લીધી. અન્ન કે પાણી વિના દિવસો વિતાવવા, ટાઢતડકાને સમાન માનવા એ અગ્નિશર્મા માટે મુશ્કેલ વાત નહોતી. આજ સુધીની આખી જિંદગી લગભગ કષ્ટપરંપરામાં જ એણે વીતાવી છે.
વખત જતાં અગ્નિશર્માની ઉગ્ર તપશ્ચર્યાએ આ તાપસ-આશ્રમને અજવાળી દીધું. દેશભરમાં એ તપશ્ચર્યાની ખ્યાતિ ગુંજી ઊઠી. છેલ્લે છેલ્લે અગ્નિશર્માએ મહિના-મહિનાના ઉપવાસ ખેંચવા માંડ્યા. ઉપવાસના પારણે ભિક્ષા માટે માત્ર એક જ ગૃહસ્થને ઘેર જવું, ત્યાં આહાર ન મળે તો આહાર વિના ચલાવી લેવું, બીજા મહિનાના ઉપવાસ આરંભવા.
અગ્નિશર્માના તપની વાત સાંભળી લોકો આશ્ચર્યથી દિમૂઢ બની ગયા. ઉગ્ર તપની એ પરાકાષ્ઠા જ ગણાય. માસ-માસના ઉપવાસને અંતે માત્ર એક ઘેરથી જ ભિક્ષા લેવાના આગ્રહ લોકોને ચિંતામાં નાંખી દીધા.
એના વિરૂપ દેહની વાત લોકો ભૂલી ગયા. જેને જોતાં જ એક વખત એની મશ્કરી કરતા તે જ લોકો, અગ્નિશર્માને જોઈ, બે હાથે જોડી, મસ્તક ઝુકાવી પ્રણિપાત કરવા તૈયાર થયા. તપશ્ચર્યાના રસાયણે જાણે જૂના અગ્નિશર્મામાંથી એક નવો જ પુરુષ પ્રકટાવ્યો હોય એમ લોકોને લાગ્યું.
કદરૂપો અગ્નિશર્મા ઉગ્ર તપના પ્રતાપે લોકોનો વંદનીય બન્યો. આંખ, મોં ને મસ્તકની બાહ્ય આકૃતિ નગણ્ય બની. ભક્તોને તો આ તાપસ, તપના તેજથી દીપતા કોઈ દેવદૂત જેવા જણાવા લાગ્યા. તાપ જેમ મળ અને દુર્ગધને શોષી લે છે, તેમ તપ પણ વિકૃતિને શોષવા સમર્થ હોય છે, એમ અગ્નિશર્માએ બતાવી આપ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org